02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ગણપત યુનિવર્સિટીની કન્યા સૈનિક શાળાના વાર્ષિકોત્સવની દબદબાભેર ઉજવણી

ગણપત યુનિવર્સિટીની કન્યા સૈનિક શાળાના વાર્ષિકોત્સવની દબદબાભેર ઉજવણી   10/01/2019

 
 
                     “શિક્ષણમંત્રી તરીકે મને ગૌરવ થાય છે કે આવી કન્યા સૈનિક શાળા મારા રાજ્યમાં છે!” આ શબ્દો છે ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના.
ગત તા.૪ ને શુક્રવારના રોજ ગણપત વિદ્યાનગરની પાવન વિદ્યાભૂમિ ઉપર છેલ્લા ૧૮ વર્ષથી અÂસ્તવમાં આવેલી ગુજરાત રાજ્યની એક માત્ર અને દેશના ગૌરવ સમી “એમ.જી.પટેલ સૈનિક સ્કૂલ ફોર ગર્લ્સ”ના વાર્ષિકોત્સવ ‘ફેÂસ્ટવલ ઓફ જાય’માં મુખ્ય મહેમાન તરીકે પોતાનું પ્રેરણાદાયી પ્રવચન આપતા ભુપેન્દ્રસિંહજીએ ઉપરોક્ત વાત ઉચ્ચારી હતી.
એમણે એમ પણ કહ્યું હતું કે જે ઉંચા ધ્યેય, જે ભાવના અને જે સ્વપ્ન સાથે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે, તેવી બીજી કોઈ યુનિવર્સિટી મારી પ૧ વર્ષની જાહેર કારર્કિદીમાં ગુજરાતમાં જાઈ નથી ! સ્વ.અનિલભાઈ અને ગણપતભાઈ પટેલની જાડીએ ગણપત યુનિ.ના નિર્માણ અને વિકાસ પાછળ કરેલા દૃષ્ટિપૂર્વકના સમર્પિત કાર્યને ખૂબ બિરદાવ્યું હતું.
સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર જ આ સૈનિક સ્કૂલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર જ આ સૈનિક સ્કૂલ ફોર ગર્લ્સમાં પ્રારંભાઈ રહેલા ‘વર્ચ્યુઅલ (થ્રી.ડી) ટેકનોલોજી કલાસરૂમનું પણ મા.શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ ઉદ્‌ઘાટન કર્યું હતું. આ ઉદ્‌ઘાટન અવસરે ગુજરાત રાજ્યના ટેકનિકલ એજ્યુ કેશનના ડાયરેક્ટર, આઈએ એસ અધિકારી અવંતિકા સિંઘ, ગણપત યુનિવર્સિટીના દાતા-આધિષ્ઠાતા અને પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ પ્રો.ર્ડા. મહેન્દ્ર શર્મા, કન્યા સૈનિક શાળાના દાતા મંજુલાબેન, કન્યા સૈનિક શાળાના ગર્વનિંગ કાઉÂન્સલના અધ્યક્ષા શારદાબેન અનિલભાઈ પટેલ, સભ્ય કામિનીબેન પટેલ અને રાજ્યના એડિશ્નલ એડવોકેટ જનરલ પ્રકાશભાઈ જાની, યુનિ.ની વિવિધ વિદ્યાશાખાના વડાઓ, વિસનગરની સમર્થ ડાયમંડ ઈન્ડસ્ટ્રીના વડા અને યુનિ.ની ગર્વ.કાઉÂન્સલના સભ્ય ગોવિંદભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો જાડાયા હતા.

Tags :