02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / બનાસ ડેરી દ્વારા ટેકહોમ રાશન પ્લાન્ટનો પ્રારંભ

બનાસ ડેરી દ્વારા ટેકહોમ રાશન પ્લાન્ટનો પ્રારંભ   28/01/2019

 
 
 
 
 
                                  પાલનપુર-ડીસા હાઇવે પર આવેલ બાદરપુરા બનાસ ઓઇલમીલ સંકુલમાં  બનાસ ડેરી દ્વારા ટેક હોમ રાશન પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ગુજરાત રાજ્યમાં આવેલ આંગણવાડીઓના લાભાર્થીઓ માટે ટેક હોમ રાશન પ્રોડક્ટ ઉત્પાદન કરવાનો  નિર્ણય કરાયો હતો. ટેક હોમ રાશન પ્રોડક્ટના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે બનાસ ડેરીના ડિરેક્ટરોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માં અંબાની પ્રતિમા ભેટ આપી તેમનું  સન્માન કર્યુ હતું જ્યારે મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીને પશુપાલક મહિલાઓએ ગાયની પ્રતિમા આપી સન્માનિત કર્યા હતા.આ અવસરે ટેક હોમ રાશનની માતૃશક્તિ પ્રોડકટનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, પુર્વ મંત્રી કેશાજી ચૌહાણ, ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી તેમજ જીલ્લાના પદાધિકારીઓ અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં આગામી પહેલી  ફેબ્રુઆરીથી દુધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ૧૦ રૂપિયાનો વધારો કરવાની  જાહેરાત કરી પશુપાલકોને ખુશ કરી દીધા હતા.

Tags :