02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પાલનપુરના એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવ દુકાનનાં તાળાં તૂટ્યા

પાલનપુરના એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવ દુકાનનાં તાળાં તૂટ્યા   11/01/2019

પાલનપુરમાં ઠંડીના વધતા જતા પ્રભાવ વચ્ચે તસ્કરો ચમકારો બતાવી રહ્યા છે. ત્યારે શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળના ભાગે આવેલી ૯ જેટલી દુકાનોના તાળાં તૂટ્યા હતા. જોકે, તસ્કરોને કઈ હાથ ન લાગતા દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો.
પાલનપુરમાં તસ્કર ટોળકી સક્રિય થઇ છે. તસ્કરો ગત મોડી રાત્રે શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડના પાછળના ભાગ માં ત્રાટકયા હતા. જેઓએ ૯ દુકાનોના તાળાં તોડ્‌યા હતા. જોકે, તસ્કરોનો ફેરો ફોગટ રહેતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ અંગે દુકાનદારોએ પોલીસને જાણવાજોગ અરજી કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :