વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું નિધન

વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું નિધન
 
નવી દિલ્હી તા. ૨૩ : વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરનું ગુરૂવાર સવારે નિધન થયું છે. તે ૯૪ વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ બિમારીથી પીડાતા હતા. કુલદીપ નાયરનો  જન્મ ૧૪ ઓગષ્ટ ૧૯૨૪ના રોજ સિયાલકોટમાં થયો હતો. કુલદીપ નાયરે લોની ડીગ્રી લાહોરમાં લીધી હતી. તેમણે યૂએસથી પત્રકારિતાની ડીગ્રી લીધી હતી. તેમણે દર્શનશાસ્ત્રમાં પીએચડી મેળવી હતી. ભારતીય પત્રકારિતાનો મહત્વનો ચહેરો માનવામાં આવતા કુલદીપ નાયરનું નિધાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે છેલ્લા કેટલાક દિવસથી બિમારીના કારણે દિલ્હીની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતા. ઘણા સમયથી તબીયત ખરાબ રહેતી હતી. ગુરૂવાર  વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે એક કલાકે લોધી રોડ પર સ્થિત ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર છે. કુલદીપ નાયરે કેટલાએ પુસ્તક  પણ લખ્યા છે. કુલદીપ ભારત સરકારના પ્રેસ સૂચના અધિકારી પદ પર કેટલાએ વર્ષ સુધી કાર્ય કાર્યા બાદ યૂએનઆઈ, પીઆઈબી, ધ સ્ટૈટમેન, ઈન્ડિયન એકસપ્રેસ સાથે પણ લાંબો સમય જોડાયેલા રહ્યા. તે ૨૫ વર્ષ સુધી ધ લંડન ટાઈમ્સના પત્રકાર પણ રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.