02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મોદી કેદારનાથ ધામ નજીકની ગુફામાં ધ્યાન સાધનામાં મગ્ન

મોદી કેદારનાથ ધામ નજીકની ગુફામાં ધ્યાન સાધનામાં મગ્ન   19/05/2019

દેહરાદૂન: આશરે દોઢ મહિના સુધી જારદાર ચૂંટણી ભાગદોડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કર્યા બાદ મોદી આશરે બે કિલોમીટર સુધી ચાલતા જઇને એક ગુફા સુધી પહોંચ્યા હતા. સુત્રોએ કહ્યું છે કે, મોદી ત્યારબાદ આજ ગુફામાં ધ્યાન સાધનામાં લાગી ગયા હતા. મોદીની ધ્યાન સાધનાની પ્રક્રિયા આવતીકાલે રવિવારે સવાર સુધી ચાલું રહેશે. ત્યારબાદ બદ્રીનાથના દર્શન માટે જશે. સુત્રોએ કહ્યું છે કે, ગુફા નજીક ઉપÂસ્થત કેટલાક પત્રકારોની રજૂઆત બાદ ત્યાં કેટલાક ફોટાઓ પાડવાની મંજુરી આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ મોદીના ધ્યાન સમય સુધી હવે કોઇપણ પત્રકારોને ગુફા સુધી જવાની મંજુરી મળશે નહીં. રવિવાર સવાર સુધી મોદીની ધ્યાન પ્રક્રિયા ચાલનાર છે. અગાઉ આજે સવારે મોદી પારંપરિક પહાડી વેશભૂષામાં વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામ પહોંચ્યા હતા. તેમના વ†ો પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્ર ૧૧૭૫૫ ફૂટની ઉંચાઈ ઉપર Âસ્થત કેદારનાથમાં મોદી કેસરિયા વ†માં નજરે પડ્યા હતા.

Tags :