બનાસકાંઠાઃ તીડ ભગાડવા ભારેખમ અવાજ માટે પંખો ગોઠવ્યો

બનાસકાંઠા જીલ્લામાં તીડની તબાહીથી બચવા ખેડુતો વિવિધ પ્રકારની મથામણમાં લાગ્યા છે. આ દરમ્યાન સ્થાનિક ખેડુતે ઘરે હવા આપતો પંખો ખેતરમાં ફીટ કરી ભારેખમ અવાજ ઉભો કર્યો છે. પંખાના પાંખિયા કાઢી લોખંડના તારને તગારા સાથે અથડાવી મોટો જુગાડ ખેલ્યો છે. એકધાર્યા મોટા અવાજથી તીડ ખેતરમાં આવતા દરમ્યાન ઉડી રહ્યા છે. આ તમામ ગતિવિધિનો વિડીયો સોશિયલ મિડીયામાં સામે આવતા અન્ય ખેડુતો પણ મથામણમાં લાગ્યા છે.બનાસકાંઠા જીલ્લાના વાવ-ભાભર-સુઇગામ-દિયોદર-ડીસા-વડગામ સહિતના પંથકમાં તીડે ભારે આતંક મચાવ્યો છે. ખેડુતો વિવિધ પ્રકારનો અવાજ કરી તીડ ભગાડતા થાકી રહ્યા છે. જેમાં પંથકના એક ખેડુતે લાઇટવાળો પંખો ખેતરમાં ગોઠવી અવાજ ઉભો કર્યો છે. પાંખિયા વગરનો પંખો ખેતરમાં બે ધોકાના ટેકા વચ્ચે લગાવી આજુબાજુમાં તગારાં લગાવ્યા છે. પંખાની મોટર ફરતા તેની સાથે જોડેલા બે તાર તગારાંને જોરથી અથડાતા સતત મોટો અવાજ આવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.