02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ-અનાવાડાનો ઉબડ-ખાબડ માર્ગ પુન ઃ પેવર બનાવવા લોકમાંગ

પાટણ-અનાવાડાનો ઉબડ-ખાબડ માર્ગ પુન ઃ પેવર બનાવવા લોકમાંગ   16/03/2019

પાટણથી અનાવાડા ગામ તરફના રોડ પર જીમખાના સ્પોર્ટસ બિલ્ડીંગ આવેલું છે. જેમાં અનેક વિધ રમત-ગમતના સાધનો ઉપલબ્ધ છે. જ્યાં વહેલી સવારે પાટણના ઘણા યુવક-યુવતીઓ રમતોની ટ્રેનીંગ લઇ રહ્યા છે. અગાઉ શહેરના જાણીતા ડાpક્ટરો જતા હતા. હાલમાં પાટણથી અનાવાડાના રોડ બિસ્માર બની ગયો હોવાથી વાહનો સ્લીપ થઇ જતાં હોય છે. અનાવાડા ગામે આવેલા વિર દાદાના મંદિરે દર રવિવારે પાટણથી ઘણા ભાવિકો દર્શન કરવા જાય છે પરંતુ સળંગ રોડ ઉબડ-ખાબડ થઇ ગયો હોવાના કારણે જીમખાને રમતના ખેલાડીઓની સંખ્યા સામાન્ય થઇ ગઇ છે. જા કે, અનાવાડા ગામે પેસેન્જર વાહનો જાય છે પરંતુ આ વાહન ચાલકો પોતાનું વાહન બેફામ ચલાવતા હોવાના કારણે ક્યારેક અકસ્માતના બનાવો પણ બનતાં હોય છે. જેથી પાટણ-અનાવાડા વચ્ચેનો માર્ગ પુન ઃ પેવર બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જા રોડ નવો બને તો જીમખાનામાં જનારા ખેલાડીઓની સંખ્યા વધી શકે છે. 

Tags :