પાલનપુર-ડીસા હાઇવે પર ટ્રેલર ચાલક ડિવાઈડર તોડી ખેતરમાં ઘૂસી ગયો

પાલનપુર ડીસા હાઇવે પર કુશ્કલ ગામ નજીક આજરોજ એક ટ્રેલરના ચાલકે પુરપાટ ઝડપે પોતાનું વાહન હંકારીને ડિવાઈડર તોડી સીધો જ ખેતરમાં ઘૂસી ગયો હતો. જે બનાવમાં જાનહાનિની ઘટના તો ટળી ગઈ હતી.
 
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોના પ્રમાણમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેમાં પુરપાટ ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકોને લીધે નિર્દોષ લોકો જાન ખુવારીના ભોગ બની રહ્યા છે. ત્યારે આવા વાહન ચાલકો સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી જનમાંગ ઉઠવા પામી છે. પાલનપુર ડીસા હાઇવે પર કુશ્કલ ગામના પાટીયા પાસેથી પસાર થઇ રહેલ એક ટ્રેલર ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર તોડીને સીધો જ બાજુમાં આવેલા ખેતરમાં ઘુસી ગયો હતો. જો કે આ બનાવમાં જાનહાનીની ઘટના ટળી ગઈ હોવાનું આસપાસના ખેતરમા રહેતા લોકોએ જણાવ્યું હતુ.
 
ઉલ્લેખનીય છે કે પાલનપુર ડીસા હાઇવે પર ડમ્પર અને ટ્રેલરના ચાલકો બેફામ રીતે પુરઝડપે વાહનો ચલાવતા હોય ઘણીવાર સર્જાતા અકસ્માતોમાં નિર્દોષ લોકો પણ જાનખુવારીના ભોગ બની જતા હોય છે. ત્યારે આ બાબત ની ગંભીર નોંધ લઇ આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.