ધાનેરાના સબ રજિસ્ટ્રાર ૯૦૦ રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા

 ધાનેરાના સબ રજિસ્ટ્રાર ૯૦૦ રૂપિયાની લાંચ લેતાં ઝડપાયા
 
 
 
(તા.પ્રતિ.) ધાનેરા
ધાનેરામાં આજે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એ.સી.બી.એ છટકું ગોઠવી સબ રજીસ્ટાર રૂ.૯૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી          પાડયા હતા.  
ધાનેરાની સબ રજીસ્ટાર ઓફિસમાં ફરજ બજાવતા જગદીશભાઈ કુંવારસીભાઈ દેસાઇ ઓફિસમાં ફરજ પર હતા. ત્યારે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે બનાસકાંઠા એ.સી.બી. પી.આઈ. કે.જે.પટેલ અને સ્ટાફના માણસો દ્વારા છટકું ગોઠવી સબ રજીસ્ટાર જગદીશભાઈ દેસાઈએ દસ્તાવેજ ટાઈપિંગનું કામ કરતા અને અવાર નવાર દસ્તાવેજોના કામ માટે આવતા ફરિયાદી પાસેથી કાયદેસરની થતી ફી ૨૧૦૦ રૂપિયા તથા ૯૦૦ રૂપિયા લાંચ પેટે સ્વીકારતા એ.સી.બી.એ ઝડપી પાડયા હતા. ત્યારે ધાનેરામાં એક મહિનામાં એ.સી.બી. દ્વારા આ બીજી રેડ કરી લંચિયા બાબુને ઝડપી પાડતા કાળી કમાણી કરતા લંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.