02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / મંત્રીશ્વર ઝાંઝણશાએ આખા ગુજરાતને એકપંડે ભોજન કરાવ્યુ હતુંઃ જૈનાચાર્ય યુગચન્દ્ર સૂરીશ્વરજી

મંત્રીશ્વર ઝાંઝણશાએ આખા ગુજરાતને એકપંડે ભોજન કરાવ્યુ હતુંઃ જૈનાચાર્ય યુગચન્દ્ર સૂરીશ્વરજી   09/09/2018

શંખેશ્વર 
બારે મહિનામાં શ્રાવણ માસ ખૂબ પવિત્ર ગણાતો હોય છે, તેમ શ્રાવણ મહિનામાં પર્યુષણ મહાપર્વનું ખૂબ મહત્વ શા†ોમાં બતાવવામાં આવ્યું છે. ભારતભરના હજારો જૈનસંઘના  લાખો ભાવિકોની આજથી અઠ્ઠાઈ તપ, પૌષધવ્રત, જિનવાણી શ્રાવણ અને પ્રભુપૂજા ભÂક્ત માટે જિનાલય - ઉપાશ્રયમાં  ભારે ભીડ જાવા મળી રહી છે. 
પાલિતાણા  પછીના બીજા ક્રમે આવતા શંખેશ્વર મહાતીર્થમાં નિસર્ગરમ્ય વાતાવરણથી શોભતા પ્રવચન શ્રુતતીર્થના પાવન પરિસરમાં સમર્થ સાહિત્યકાર પૂ.જૈનાચાર્યશ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પ્રખર પ્રવચનકાર પૂ.જૈનાચાર્ય શ્રી  વિજય યુગચન્દ્રસૂરીશ્વરજી મહારાજની પાવનનિશ્રામાં શ્રી આદિનાથ  જાધપુર  આરાધક સંઘ આયોજિત ચાતુર્માસ અંતર્ગત પર્યુષણ પર્વની ઉપાસના કરવા માટે સવિશેષ આયોજન કરવામાં આવતા રરપ થી વધુ નવા ભાગ્યશાળીઓ ઠેરઠેરથી ઉમટ્યા છે. કુલ  ૪૦૦ જેટલા શ્રોતાગણ સમક્ષ પૂ.જૈનાચાર્યશ્રીએ આજના પ્રથમ  દિવસના પ્રવચનમાં પર્યુષણના પાંચ કર્તવ્ય પૈકી સાધર્મિક ભÂક્તની મહત્તા દર્શાવી હતી. 
પ્રાચીન ઈતિહાસને યાદ કરાવતા માંડવગઢના મંત્રીશ્વર પેથડશાના પુત્ર ઝાંઝણ  શાહે કર્ણાવતીના  રાજા આગળ  સાધર્મિક સબ સમાનની  ટેક જાળવવા સમગ્ર ગુજરાતને સાબરમતી નદીના કાંઠે મોટા માંડવા  નાંખીને પાંચ દિવસમાં જમાડ્યું હતું. આજે ઘરે આવેલા ર મહેમાનને જમાડતા પણ જાર પડે છે. સ્વજનને જમાડીએ એના કરતા સાધર્મિકને ભોજન કરાવવામાં અનેકગણો લાભ થાય છે. 
ચતુર્મુખ જિનાલયમાં પાંચેય પ્રભુજીને ભવ્ય અંગરચના દીપક રોશની, પુષ્પ  શણગાર કરવામાં આવશે. જાધપુર આરાધક સંઘના  અગ્રણી  સોહનજી મહેતા શ્રીચંદજી સિંઘવી, વસંતજી ગાંધી, મોહનજી, સુમેરજી ભંડારી સક્રિયપણે  વ્યવસ્થા સંભાળી રહ્યા હોવાથી આયોજન ભવ્ય રીતે આગળ વધી રહ્યું છે. પ્રવચન શ્રુતતીર્થના સક્રિય ટ્રસ્ટી રમેશભાઈ સંઘવીની રાહબરી  હેઠળ તમામ આયોજન સાકાર થઈ  રહ્યું છે. 

Tags :