02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાણીની તીવ્ર તંગી વચ્ચે સરહદી બનાસકાંઠાના ત્રણે જળાશયો તળિયા ઝાટક

પાણીની તીવ્ર તંગી વચ્ચે સરહદી બનાસકાંઠાના ત્રણે જળાશયો તળિયા ઝાટક   05/05/2019

ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગી નો સામનો કરતો આવ્યો  છે. ત્યારે સતત કુદરતના પ્રકોપનો ભોગ બની રહેલા બનાસકાંઠા જિલ્લા ઉનાળો કપરો સાબિત થઈ રહ્યો છે.. પાણીની તંગી સહન કરતાં બનાસકાંઠા જિલ્લાના ત્રણેય મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો નહિવત પ્રમાણમા હોવાના લીધે જિલ્લા પર મોટું જળ સંકટ સર્જાઈ શકે છે.. શું છે બનાસકાંઠા જિલ્લાની વર્તમાન પરિસ્થિતી અને કેવો રહેશે આગામી સમય તેના પર જુઓ અમારો આ વિશેષ અહેવાલ.
 
ભારત અને પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં લોકો ઉનાળા દરમ્યાન પાણીની બુંદ બુંદ માટે તરસતા હોય છે. આ જિલ્લાના લોકોને પાણી મળી રહે તે માટે જિલ્લામાં ત્રણ મોટા જળાશયો પણ બાંધવામાં આવ્યા છે. અને આ જળાશયો વરસાદી પાણીને એકત્રિત કરે છે અને તે પાણીનો ઉપયોગ જિલ્લાની જનતા ચોમાસા બાદ સિંચાઈ અને પીવા માટે કરતી હોય છે. આમ બનાસકાંઠા જિલ્લા માટે આ ત્રણ જળાશયો જીવાદોરી સમાન છે. પરંતુ ગત ચોમાસામાં થયેલા નહિવત વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના આ ત્રણેય જળાશયોમાં પાણીની ખૂબ જ ઓછી આવક થઈ હતી અને તેના લીધે આ ત્રણેય જળાશયોમાં અત્યારથી જ તળિયા દેખાવા લાગ્યા છે. આ સંકેતો ખૂબ જ ખતરનાક સંકેતો છે. આ સંકેતોના આધારે બનાસકાંઠા જિલ્લા પર આગામી સમયમાં ખૂબ જ મોટું જળ સંકટ સર્જાઈ શકે છે. જિલ્લાના જળાશયોમાં પાણીની નહિવત આવક થતાં ચાલુ વર્ષે સિંચાઇ વિભાગ દ્વારા ઉનાળુ સિઝનમાં પણ સિંચાઇ માટેનું પાણી બંદ કરી દેવામાં આવ્યું છે.બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પીવા માટે પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.. ખેડૂતો પાણીની તંગીના આ શરૂઆતી સંકેતોને લઈ જ ચિંતિત થઈ ઉઠ્‌યા છે. વાત કરીએ સરહદી વિસ્તાર ની તો વાવ, થરાદ અને સુઇગામ જેવા વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો પરેશાન થઈ ગયા છે પાણી ન મળતા મહિલાઓએ બે બે કિલોમીટર સુધી દૂર પાણી લેવા માટે જવું પડે છે એક તરફ ઉનાળાનો ધોમ ધખતો તાપ અને બીજી તરફ પાણીની તરસ છીપાવવા માટે મિલો દૂર સુધી ચાલીને જતી મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે , સરકાર દ્વારા આ વિસ્તારોમાં પાણી માટે ટેન્કરો ની વ્યવસ્થા કરાઈ છે પણ કયારેક અહીં ટેન્કરો ની રાહ જોતા લોકોએ કલાકો સુધી બેસી રહેવું પડતું હોય છે, તેવામાં સરકાર દ્વારા કેનાલો મારફતે આપવામાં આવતું પાણી પણ બંધ કરી દેવામાં આવતા હાલમાં પશુપાલકો ની હાલત પણ કફોડી બની ગઈ છે , જો લોકો  માટેજ પાણીના વલખાં હોય ત્યાં પશુઓ માટેની તો વાત જ શી કરવી.
 
 બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ વર્તમાન સમયમાં ખૂબ જ ખરાબ છે અને આગામી સમયમાં બનાસકાંઠા જીલ્લામાં સિંચાઇની વાત તો દૂર રહી પરંતુ પીવાના પાણીની પણ મોટી તંગી સર્જાઈ શકે છે. એક તરફ દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તો બીજી તરફ જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો કે જેના પર સમગ્ર બનાસકાંઠા જિલ્લો આધારિત છે તેના તળિયા દેખાવા લાગ્યા છે. તો કલ્પના કરો આગામી સમયમાં બનાસકાંઠા જીલ્લામાં કેટલી કપરી પરિસ્થિતી નિર્માણ પામી શકે છે. ગત વર્ષે પાણી વિના બેહાલ અંતરિયાળ વિસ્તાર ના કેટલાય ગામો માંથી લોકો હિજરત કરી ગયા હતા. ત્યારે આ વર્ષે પણ પાણી વિના લોકો તેમના પશુઓ સાથે હિજરત કરી જાય તેવી પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે બનાસકાંઠા માં સાડા પાંચ લાખ હેક્ટર જમીન પિયત લાયક છે પરંતુ ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા થી ખેડૂતો વાવેતર કરી શકતા નથી જેથી કેટલીક જમીન હાલમાં બંજર ભાસી રહી છે.
 
એક તરફ ખેડૂતો અને ધારાસભ્યો વાંરવાર રજુઆત કરી છે પાણી ન મળતા વાવેતર ઘટ્યું હોવાનું જણાવે છે લોકો એ હિજરત કરવાની ફરજ પડે તેમ છે પરંતુ બીજી તરફ ખેડવાડી અધિકારી ગત વર્ષે ઉનાળામાં ૨.૩૯ લાખ હેક્ટર માં વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે ઉનાળામાં ૨.૪૩ લાખ હેક્ટર માં વાવેતર થતા વાવેતર ઘટવાને બદલે વધુ હોવાનું જણાવી રહ્યું છે.
 
એક તરફ ખેડૂતોઅને પશુપાલકો ના પાણી માટે વલખા, પાણી વગર વાવેતર ઘટી હોવાના દાવા , તો બિજી તરફ સરકારી અધિકારીઓ પાણી ની વાવેતર માં કોઈજ સમસ્યા નથી તેમ રેકર્ડ પર બતાવી રહ્યા છે ત્યારે સત્ય જે તોય તે પણ નહેરોમાં પાણી બંધ થતાં પાણીના તળ ઊંડા ગયા છે, પશુઓ માટે પાણી ની સમસ્યા વધી છે અને તેજી આ વિસ્તારના ખેડૂતો ની માંગ છે કે જો નર્મદા નું પાણી અહીંના દે માં ઠાલવવામાં આવે તો જ કાયમી સમસ્યાનો અંત આવી શકે તેમ છે.
 
બનાસકાંઠા ના ત્રણેય ડેમમાં પણીની સ્થિતિ........
દાંતીવાડા .....૭.૯૧  ટકા
સિપુ ડેમ .......૯  ટકા
મોકેશ્વર ડેમ.....૧૪  ટકા

Tags :