કાંકરેજના માંડલા ગામે આખરે દબાણો હટાવાયા

 
 
 
 
                                                કાંકરેજ તાલુકાના માંડલાના વતની અને જિલ્લા પંચાયત બનાસકાંઠાના પૂર્વ ઉપપ્રમુખ મસાજી નથુજી ઠાકોરે માંડલા ગામતળમાં કેટલાંક અસામાજીક તત્વોએ બેફામ દબાણો કરી ગૌચર ખરાબાની જમીન હડપ કરી છે તે દબાણો દૂર કરાવવા લેખિત-મૌખિક રજૂઆતો અને આત્મ વિલોપનની પ્રક્રિયા કરતાં તંત્ર હવે સફાળુ જાગ્યુ હોય તેમ ગઇકાલે કાંકરેજ ઇન્ચાર્જ ટી.ડી.ઓ. અને મામલતદાર, પોલીસ બંદોબસ્ત સાથે માંડલા ગામે જે.સી.બી., ટ્રેક્ટર તથા મજૂરો સાથે ત્રાટક્યા હતા. સરપંચ અને તલાટીને સાથે રાખી ગામતળમાં ગૌચર-ખરાબા સહીત સરકારી જમીન પર થયેલા આશરે ૫૦ વિઘાથી વધુના દબાણો હટાવ્યા હતા. માંડલા સરપંચ કરશનભાઇ ધુડાભાઇ જાષીએ જણાવ્યું હતું કે, ગામના નાગરીકને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મસાજી ઠાકોરે સર્વે નં. ૬૦૬,૭૧૪ ના દબાણો દૂર કરવા અરજી રજૂઆતો કરતાં તાલુકા પંચાયત-મામલતદાર કચેરી-થરા પોલીસની ટીમ આવી દબાણો દૂર કર્યાં છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.