અમીરગઢના કીડોતર ગામની પરણીતાને સાસરિયાંએ છરી મારી, ઘાયલ પરણીતાને ક્રૂર સાસરિયાઓ સારવાર માટે પણ ન લઇ ગયા

અમીરગઢ તાલુકાના કીડોર ગામની પરણીતાને તેના સાસરિયા દ્વારા તારી બેનનાં ઘરે કેમ જાય છે તેમ કહી બીભસ્ત ગાળો બોલી ગડદા પાટુંનો માર મારી ગાળો બોલવાની તેમજ માર મારવાની નાં પડતા ઉસ્કેરાઈ ગયેલા સાસરિયાઓએ ઘરમાં પડેલી છરી લઇ પરણીતાને મારવા જતા તેના હાથના જમાણા હાથની આંગળી ઉપર ઈજા પહોચી હતી. બાદમાં પરણીતાને જાનથી માંરીનાખવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા પરણીતાએ અમીરગઢ પોલીસ મથકે બે શખ્સો વિરુધ ધોરણસર ફરિયાદ નોધાવી હતી.
 
અમીરગઢ તાલુકાના કીડોતર ગામ ખાતે મહિલાનાં પાંચ વર્ષ અગાઉ સમાજના રીતિરિવાજ મુજબ ડાભી(દરબાર) સમાજનાં યુવક સાથે લગ્ન થયા હતા લગ્નનાં થોડા સમય બંનેની ગૃહસ્થી સારી ચાલી હતી લગ્ન જીવન દરમિયાન તેઓને સંતાનમાં એક દીકરી અવતારી હતી.જયારે વર્તમાનમાં થોડા સમય અગાઉ દીકરાનો જન્મ થયો હતો પરંતુ અધૂરા માસે બાળક જન્મેલ હોવાના કારણે તા.૧૪-૧૧-૨૦૧૮નાં રોજ તેનું મૃત્યુ થયું હતું જોકે ગત તા.૧૩-૧૧-૨૦૧૮નાં રોજ રાત્રે ૧૧ વાગ્યાના સુમારે તેના પતિએ તેના સાથે બોલાચાલી શરુ કરી હતી અને કહેલ કે તું તારી બહેનનાં ઘરે કેમ જાય છે જેથી તેઓએ તેની સગી બહેન થતી હોવાથી મળવા જાય છે અને રોજ ક્યા મારી બહેનનાં ઘરે બેસી રહું છું તેમ કહેતા તેમના પતિ ઉશ્કેરાઈ જઈ બીભસ્ત ગાળો બોલી ગડદા પાટુંનો માર મારેલ જોકે મહિલાએ ગાળો બોલવાની અને માર મારવાની નાં કહેતા ઉસ્કેરાયેલા પતિએ તેને છરી મારવા જતા મહિલાએ તેનો હાથ આડો કરતા જમણા હાથની બે આંગળીઓ વચે છરી વાગી હતી જોકે મહિલાએ બુમાબુમ કરતા મહિલાનાં સસરા આવી જઈ તું મારા છોકરાનું કીધું કેમ કરતી નથી તેમ કહી તેને ધોકો માર્યો હતો.જોકે ખેતરમાં તેઓ એકલા રહેતા હોવાથી મહિલાએ ડરનાં મારે ફરિયાદ કે સારવાર કરાવવા ગયા ન હતા પરંતુ આ મહિલાનાં મૃતક બાળકની અંતિમ ક્રિયા સારૂ તેઓના ભાઈ અને પિયર પક્ષના માણસો આવતા સમગ્ર હકીકત જણાવી હતી બાદમાં આ મહિલાને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવી હતી.બાદમાં મહિલાએ તેના સાસરિયાં પક્ષાનાં સોરમસિહ ઓબસિહ ડાભી(દરબાર) અને ઓબસીહ લાલસિહ ડાભી(દરબાર) વિરુધ ધોરણસર અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.