02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / ચાણસ્મા અને બહુચરાજી પંથકમાં ગુરૂ સ્થાનકો ઉપર ભક્તોની ભીડ

ચાણસ્મા અને બહુચરાજી પંથકમાં ગુરૂ સ્થાનકો ઉપર ભક્તોની ભીડ   17/07/2019

ચાણસ્મા : ભારતીય સંસ્કૃતિની વિવિધ પરંપરાઓ આજે ટેકનોલોજીના યુગમાં પણ કુલે મઢ્યા ગજરાની જેમ સચવાઈ રહી છે. આવી જ એક પરંપરા ગુરૂપરંપરા છે. હિન્દુ ધર્મમાં અષાઢી પુનમના ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો તેમના ગુરૂદેવનું પુજન કરી ભેટ અર્પણ કરી આશીર્વાદ મેળવે છે. આજે મંગળવારે ચાણસ્મા અને બહુચરાજી પંથકમાં ગુરૂસ્થાનકો પર ભક્તોની ભીડ જામી હતી.  ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે નર્મદા કેનાલના કિનારે આવેલા રમણિય અવધેશ આશ્રમમાં પુજ્ય રામગીરી બાપુના સાનિધ્યમાં ગુરૂપુજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દાતા રાધેશ્યામભાઈ દવે અને હસમુખભાઈ પટેલ રહેલા સહીત કેશુભાઈ સુંઢેયિા સહિત ભક્ત સમુદાયે ખુબ મોટી સંખ્યામાં પધારી પૂ.બાપુનું પુજન કર્યુ હતું અને ભેટ આપી આશીર્વાદ મેળવ્યા હતા. પૂ.રામગીરી બાપુ તરફથી ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પૂ.રામગીરી બાપુ દ્વારા છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન મહેસાણા અને પાટણ જીલ્લામાં પાંચ હજારથી પણ વધુ લોકોના મોતિયાના ઓપરેશન વિનામુલ્યે કરાવી અપાયા છે. તેમની આ સેવાની સુવાસ સમગ્ર પંથકમાં ધુપસળીની જેમ મહેંકી રહી છે. 
જ્યારે બહુચરાજી પાસેના કાલરી ગામ નજીક વાવની પ્રાચીન જગ્યામાં પૂજ્ય ચારણ બાપુના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં પથરાયેલા તેમના ભક્ત સમુદાયે ઉમટી પડી બાપુનું ગુરૂ પુજન કરી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. ચારણ બાપુ દ્વારા ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. 

Tags :