02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / વાવમાં કેનાલમાં૧૦ ફૂટનું ગાબડું, કૃષિપાકમાં નુકશાન થઇ શકે

વાવમાં કેનાલમાં૧૦ ફૂટનું ગાબડું, કૃષિપાકમાં નુકશાન થઇ શકે   24/01/2020

 
બનાસકાંઠા જીલ્લાની કેનાલોમાં ગાબડાં પડવાની સ્થિતિ રોજીંદી બની ગઇ છે. આજે વાવની રડોસણ માઇનોર કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડું પડ્યુ હતુ. વારંવાર કેનાલમાં ગાબડાં પડવાથી પંથકના ખેડુતો હેરાન થઇ રહ્યા છે. દસ ફૂટના ગાબડાંથી લાખો લીટર પાણી આસપાસના ખેતરોમાં પ્રસરી જતાં મોટા નુકશાનની સંભાવના છે.
 
બનાસકાંઠા જીલ્લાના વાવ પંથકની રડોસણ માઇનોર કેનાલમાં ભાટવર પાસે૧૦ ફૂટનું ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવાયેલ ભ્રષ્ટાચારની કેનાલોમાં વારંવાર ગાબડાં પડતા હોવાનો ખેડુતોએ આક્ષેપ કર્યો છે. રડોસણ માઇનોર કેનાલમાં સાફ-સફાઇ કર્યા વગર પાણી છોડવામાં આવતા ગાબડું પડ્યુ હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે. નોંધનિય છે કે, છેલ્લા એક મહિનામાં ૧૫થી વધુ કેનાલોમાં ભંગાણ સર્જાયું છે.

Tags :