02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / હવે ઠાકોર સેનાનું વાવાઝોડુ બંન્ને પક્ષોને ભારે પડશે : અલ્પેશ ઠાકોર

હવે ઠાકોર સેનાનું વાવાઝોડુ બંન્ને પક્ષોને ભારે પડશે : અલ્પેશ ઠાકોર   12/04/2019

દીઓદર  બનાસકાંઠા સંસદીય સીટ માટેના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી સરદારજી ઠાકોરના દીઓદર તાલુકાના કોતરવાડા ગામે ચુંટણી કાર્યાલયનો પ્રારંભ તાજેતરમાંથી કોંગ્રેસ માંથી રાજીનામું આપનાર ધારાસભ્યશ્રી અલ્પેશ ઠાકોરના હસ્તે કરવામાં આવેલ. 
ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપ પ્રમુખ મુકેશ એસ.ઠાકોરે સૌને આવકારી સાંસદની ચુંટણીમાં સ્વરૂપજી ઠાકોરને સૌએ મત આપી જંગી મતોથી વિજેતા બનાવવા અનુરોધ કરેલ. 
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્યશ્રી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે બંન્ને પક્ષો ઉપર પ્રહાર કરતાં જણાવેલ કે આ વખતે બનાસની પ્રજાએ પરિણામ લાવી બતાવી દેવાનું છે. ઠાકોર સમાજને અપાયેલા આશ્વસનો વાયદાઓ પુરા કરવામાં આવતા નથી. જેનાથી મારી ઠાકોર સેનાને ખુબ દુઃખ છે. અને મને યોગ્ય નિર્યય લેવા જણાવતાં મે તીલાંજલી આપી ઠાકોર સેનાની પડખે ઉભો રહી અપક્ષનો પ્રચાર કરવા આવ્યો છું ઠાકોર સેનાનું વાવાઝોડુ બંન્ને પક્ષોને ભારી પડી શકશે. આ પ્રસંગે ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જણાવેલ કે અલ્પેશભાઈના જિલ્લામાં પ્રચાર અભિયાન થકી અમારો વિજય થશે. આ પ્રસંગે ડી.ડી.જાલેરા, શીવાજી ઠાકોર, ભાભર ક્ષત્રીય સેનાના પ્રમુખ રામભાઈ ઠાકોર (સનેસડા), દીઓદર પ્રમુખ મનુજી ઠાકોર, પ્રદેશ સલાહકાર રાયકરણજી ઠાકોર સહિતના વિશાળ સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો યુવાનો ઉપÂસ્થત રહેલ. 

Tags :