ગુજરાતમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મોડાસા 48 તો વાવ 47 ડિગ્રી સાથે ભઠ્ઠી બન્યું

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. આજે રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. મોડાસામાં ગુજરાતમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ-45 અને સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે. તો બીજી 5 શહેરોમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
આગામી બે દિવસ હીટવેવની આગાહી: હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
 
ગરમીના લીધે ઈમરજન્સી કેસ વધ્યા: ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.