ધાનેરા તાલુકાના ભાટીબ ગામના 12 વર્ષીય ભરતે ગત રાત્રે લીધા અંતિમ શ્વાસ

ધાનેરા પોલીસે ત્રણ ઈસમો સામે હત્યાની કલમ ઉમેરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આપ્યા બે દિવસના રિમાન્ડ
 
ધાનેરા તાલુકાના ભાટીબ ગામે ગત ગુરૂવાર ના રોજ 12 વર્ષ ના બાળક પર પેટ્રોલ નાખી સળગાવ્યા હોવાના સમાચાર થી ધાનેરા પથક માં હાહા કાર મચ્યો હતો. પરિવારના ઝઘડામાં 12 વર્ષય બાળકનો ભોગ લેવાતા સમાજ પણ આ કૃત્ય કરનાર પર ફિટકાર કરી રહ્યો છે.
 
ધાનેરા તાલુકાના ભાટીબ ગામે મલુજી પોતાના પરિવાર સાથે દીકરી ના લગ્ન માટે રાજેસ્થાન ના વડગામ થી ભાટીબ ગામે આવી પહોંચ્યા હતા જો કે ગુરૂવારની વહેલી સવારે પોતાના પરિવાર પર તેમાનજ સઘા એ હુમલો કરી 12 વર્ષ ના પુત્ર ભરત પર પેટ્રોલ નાખી તેને દજાડયો હતો. જેથી પરિવાર ના સભ્યો એ મલુજી ના મોટા પુત્ર ગમુજી ને મોબાઈલ દવારા જાણ કરી ભાટીબ ગામે બોલાવી ભરત ને સારવાર માટે ધાનેરા સરકારી દવાખાને સારવાર માટે લવાયો હતો .જ્યાં તેને સારવાર આપ્યા બાદ હાલત વધુ ખરાબ હોવાથી પાલનપુર ખાતે રેફર કરવામાં આવ્યો હતો
 
જયારે ધાનેરા પોલીસ મથકે ગમુજી એ ત્રણ શકશો વિરુદ્ધ હત્યા કરવા સારું તેમના ઘરે હુમલો કરી ભરત ને સળગાવ્યો હોવાની ફરિયાદ આપી હતી.ધાનેરા પોલીસે પણ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.જયારે પાલનપુર ખાતે સારવાર હેઠળ ભરત નું નિવેદન પણ મામલદાર લીધું હતું જેને મરણોત્તર મુખ નિવેદન તરીકે પોલીસે જવાબ રૂપી લઈ આ ત્રણ ઈસમો ને ગત રોજ 1 વાગે આ ગુના મા અટક કર્યા હતા. જો કે ગત રાત્રેના 9 કલાકે ભરત નું સારવાર દરમિયાન મોત નિપજતા ધાનેરા પોલીસે આ ત્રણ ઈસમો વિરુદ્ધ હત્યા ની કલમ ઉમેરી આજે ધાનેરા નામદાર કોર્ટ મા રજૂ કરતા કોર્ટે બે દિવસ ના રિમાન્ડ મજૂર કર્યા છે.
 
પારિવારિક ઝઘડા મા બંને પક્ષે પોતાના સભ્યો ને ખોતા લડાઈ કેવો રંગ લાવે છે એ આ ઘટના કહી જાય છે. ધાનેરા પોલિશએ વડગામ ખાતે ફરિયાદી ક્યાં રહેતો હતો કોની ગાડી મા ભાટીબ આવ્યો આવી તમામ કડી મેળવી આ બનાવની સાચી હકીકત બહાર લાવવા માટે ગંભીરતા પૂર્વક તાપસ કરવામાં આવી રહી છે.
 
ધાનેરા પોલીસે નજરે જોનાર મૂર્તક ભરત ની બહેન તેમજ મૂર્તક ની માતા નું નિવેદન ની સાથે આસપાસ ના લોકો આ બનાવ વિશે સુ જાણે છે .તેની તપાસ માટે હાલ ધાનેરા પોલીસ કામ કરી રહી છે.
 
મૂર્તક ભરતનું પાલનપુર ખાતે પોસમોટમ કરી તેના મુરતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.