02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / હિંમતનગર ખાતે આવેલી મેડીકલ કોલેજ ખાતે રાજ્યના તબીબોની કોન્ફરન્સ યોજાઈ

હિંમતનગર ખાતે આવેલી મેડીકલ કોલેજ ખાતે રાજ્યના તબીબોની કોન્ફરન્સ યોજાઈ   29/10/2018

 
 
પ્રતિનિધિ હિંમતનગર
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આવેલી મેડીકલ કોલેજ ખાતે રાજ્યના તબીબોની કોન્ફરન્સ યોજવામાં આવી હતી. રાજ્યભરમાંથી ૧૨૦૦ થી વધુ તબીબો એ કોન્ફરન્સમાં ભાગ લીધો છે. બે દીવસીય યોજાનારી કોન્ફરન્સમાં તબીબી વિશ્વમાં થઇ રહેલા સુધારાઓ સહીતની ચર્ચાઓ નિષ્ણાંતો દ્રારા રજુ કરાયા છે. તો ખાસ કરીને ગુજરાતમાં વધતા જતા ડાયાબીટીશના દર્દીઓની સંખ્યાઓને લઇને હવે પ્રિસ્ક્રિીપ્શન લખવા સાથે દર્દી સાથે પાંચ મીનીટ વાત નો કન્સેપ્ટ અપનાવવાનુ કોન્ફરન્સ માં તબીબોએ નિર્ણય લીધો છે રાજ્ય ભરના તબીબોની હિંમતનગર ખાતે બે દીવસીય સ્ટેટ લેવલની કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં રાજ્ય ભરના ૧૨૦૦ થી વધુ તબીબોએ ભાગ લીધો છે. ઇન્ડીયન મેડીકલ એશોસી એશન ના ઉપક્રમે યોજાયેલી કોન્ફરન્સમાં તબીબોને મેડીકલ ક્ષેત્રે થઇ રહેલા આધુનિક ફેરફારો અને રોગોને નિયંત્રીત કરવા માટે ની નવી શોધો પર ખાસ ચર્ચા નિષ્ણાંત તબીબો દ્રારા કરવામાં આવી હતી. તમામ પ્રકારના રોગોના જેમકે માનસિક, ઓર્થોપેડીક,ન્યુરો, કીડની,હાર્ટ, કેન્સર,સહીત ના તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવા સુધારાઓનુ જ્ઞાન મેળવ્યુ હતુ. હાલમાં ડાયાબીટીશના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે અને ગુજરાતમાં તેનુ પ્રમાણ દેશના સરેરાશ દર્દીઓમાં ઉંચુ આવી રહ્યુ હોવાને લઇને તબીબોએ કોન્ફરન્સમાં ડાયાબીટીશ પ્રત્યે જાગૃતી પ્રેરવા માટે નિર્ણય લીધો હતો. જે પ્રમાણે હવે કોઇ પણ રોગના નિષ્ણાંત તબીબ કે પ્રેકટીશનર હવે દર્દીઓને પ્રિસ્કીપ્રશન લખવા સાથે પાંચ મીનીટનો સમય ડાયાબીટીશની જાણકારી અને તેને અટકાવવાની જાગૃતી પ્રેરવા માટે ફાળવશે અને આમ હવે દર્દીઓને ડાયાબીટીશ ના થાય એ માટે સાવચેત રહેવા માટે સમજાવશે. આ ઉપરાંત બાર જેટલી મહીલા તબીબોએ ડાયાબીટીશને નિંયત્રીત કરવા અને તેના પ્રત્યે જાગૃતી પ્રેરવા માટે હિંમતનગર થી દીલ્હી સુધી ની કાર રેલી માત્ર મહીલા તબીબો સેલ્ફ ડ્રાઇવ થી યોજી છે અને જે આઇએમએ હેડ ક્વાર્ટર પહોંચશે આમ હવે તીબીબો એ ડાયાબીટીશને જ એક પડકાર માનીને અનોખી જાગૃતી પ્રેરવા માટે નો પ્રયાસ મિશન સ્વરુપ હાથ ધરવા માટે નો નિર્ણય કર્યો છે.પ્રિશ્ક્રીપ્શન વીથ ફાઇવ મીનીટ ની થીમ પર હવે ડાયાબીટીશના રોગને નિયંત્રણ માં લાવવા માટે ગુજરાતના તબીબો ની આ અનોખી પહેલ છે અને તે પહેલ પ્રમાણે હવે તબીબો અબીયાન સ્વરુપ પ્રયાસ હાથ ધરશે.

Tags :