02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / હિંમતનગર તાલુકામાં પાંચ મહિનામાં૧૪ માસની બાળકીના દુષ્કર્મીને ૨૦ વર્ષની સજા

હિંમતનગર તાલુકામાં પાંચ મહિનામાં૧૪ માસની બાળકીના દુષ્કર્મીને ૨૦ વર્ષની સજા   02/03/2019

હિંમતનગર તાલુકામાં પાંચ માસ અગાઉ ૧૪ માસની બાળકી સાથે દુષ્કર્મ અાચરવાના જધન્ય અપરાધમાં સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી જતા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજ અને ફાસ્ટ ટ્રેક કોર્ટના ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજે અારોપીના કપડા પરથી મળી અાવેલ રક્ત અને બાળકીના કપડા પરથી મળી અાવેલ જરૂરી પૂરાવા અેફઅેસઅેલ રિપોર્ટ, સાક્ષીઅો, મેડિકલ અેવીડન્સ વગેરેને નજર સમક્ષ રાખી તા. ૨૮-૦૨-૧૯ ના રોજ અાઇપીસી ૩૬૩,૪૪૭,૩૭૬(અે,બી) પોક્સો અંતર્ગત તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. ઘટના બાદ અલગઅલગ જગ્યાએ ૯ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. 
 
જધન્ય પ્રકરણની ટૂંકમાં હકીકત અેવી છે કે હિંમતનગર તાલુકામાં અાવેલ અનુપમ સિરામિક ફેક્ટરી અાગળ ચાની લારી ઉપરથી ફેક્ટરીમાં કામ કરતા રવીન્દ્ર ઉર્ફે ગાંડે સોલિઅા લાલબિહારી સા (મૂળ રહે. નટવર ગોપી જી.સારણ બિહાર) નામના શ્રમિકે તા. ૨૮-૦૯-૧૮ ના રોજ સાંજે સાડા છ વાગ્યે ૧૪ માસની બાળકીને લઇ ગયો હતો અને મોડી સાંજ સુધી બાળકી ન મળતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને ગાંભોઇ પોલીસ દોડી અાવી હતી અને ગણતરીની મિનીટોમાં રવીન્દ્ર ગાંડેને ઝડપી લઇ યુક્તિ પ્રયુક્તિથી બાળકીની પહેલા ભાળ મેળવી ખેતરમાં કાદવ જેવા ખાબોચિયામાંથી શોધી કાઢી સારવાર અર્થે મોકલી હતી. ત્યારબાદ રોષે ભરાયેલ લોકોઅે ફેક્ટરીમાં તોડફોડ અને અાગચંપી કરી હતી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા સમગ્ર રાજ્યમાં પરપ્રાંતીઅો ઉપર હુમલા થયા હતા અને મોટા પાયે પરપ્રાંતિઅોઅે પલાયન કર્યું હતું. 
 
સરકારને મજબૂર કરતાં તા. ૦૯-૧૦-૧૮ ના રોજ સ્પેશ્યિલ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને સ્પેશ્યલ જજની નિમણૂક કરવામાં અાવી હતી. પોલીસે પણ અેક માસમાં ચાર્જશીટ રજૂ કરી દીધુ હતું. સ્પેશ્યલ પ્રોસીક્યુટર રશ્મિકાન્તભાઇ પંડ્યા દ્વારા ૨૩ વધુ સાક્ષી રજૂ કરવામાં અાવ્યા હતા અને ૭ જેટલા ડોક્ટર, અાઇઅોની જુબાની સહિત ફોરેન્સીક, મેડિકલ અેવીડન્સ રજૂ કરવામાં અાવ્યા હતા. ચાર માસમાં ઝડપથી કેસ ચાલી ગયા બાદ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ અેન્ડ સેશન્સ જજ તથા સ્પેશ્યલ જજ કે.બી. ગુજરાથીઅે તા. ૨૮-૦૨-૧૯ ના રોજ સાંજે ક્રીમીનલ પ્રોસીજર કોડના સેક્શન ૨૩૫(૨) અંતર્ગત અાઇપીસી ૩૬૩,૪૪૭,૩૭૬ (અે,બી) પોક્સો અેક્ટ -૨૦૧૨ મુજબ તકસીરવાન ઠરાવતા બચાવ પક્ષના વકીલ રાવલે અરજ કરી હતી કે અારોપી ૧૮-૧૯ વર્ષનો છે હીસ્ટ્રીશીટર નથી પ્રથમવાર ગુનો કર્યો છે. ઉંમર અોછી છે અેટલે અોછી સજા કરવામાં અાવે તેની સામે સ્પેશ્યલ પ્રોસીક્યુટર રશ્મિકાન્ત પંડ્યાઅે જધન્ય અપરાધ હોઇ ફાંસીની સજાની માંગ કરી હતી અને ફાંસીની સજા ન થાય તો ૨૦ થી વધુ વર્ષની સખત કેદની સજાની માગણી કરી હતી તેમણે દલીલ કરી હતી કે ભોગ બનનાર માત્ર દોઢ વર્ષની છે ૨૦ વર્ષની સજા થાય તો ૩૯ વર્ષે અારોપી સજા કાપીને બહાર અાવે તો સમસ્યા સર્જાઇ શકે છે. અારોપી જેટલો ટાઇમ જેલમાં રહેશે તેટલો સમાજ સુરક્ષિત રહેશે. સ્પેશ્યલ જજ કે.બી. ગુજરાથીઅે બંનેની દલીલો સાંભળ્યા બાદ રવીન્દ્ર ઉર્ફે ગાંડે સોલિઅા લાલબિહારી સાને ૨૦ વર્ષની સખત કેદની સજા કરી હતી. 
 

Tags :