આજે ભાદરવી પૂનમ : અંબાજી ખાતે મહા કુંભમેળાનું સમાપન થશે

ડીસા : ૫૧ શક્તિપીઠ પૈકીની અરવલ્લીની ગીરીકંદરાઓમાં આવેલી જગતજનની મા અંબા ની શક્તિપીઠ માં દર વર્ષે ભાદરવા માસમાં મહાકુંભ મેળો ભરાતો હોય છે સમગ્ર ગુજરાત રાજ્યમાં થી પદયાત્રા કરી શ્રધ્ધાળુઓ માતાજીના ધામમાં પહોંચતા હોય છે આ વર્ષે પણ આઠમી સપ્ટેમ્બરથી શરૂ થયેલો મહામેળો આજરોજ રંગેચંગે સંપન્ન થશે સાત દિવસના ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. માતાજીની આરાધના કરવાના નવરાત્રી ઉત્સવ ની પહેલા ભરાતા મહાકુંભ લોકમેળામાં ગામેગામથી શ્રદ્ધાળુઓ ઉમટી પડી માતાજીની વિનંતી કરવા અંબાજી ધામમાં પહોંચતા હોય છે ત્યારે મા અંબાના ધામ માનવ મહેરામણ ઉભરાયુ હતુ  રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સતત ખડે પગે સાત દિવસ સુધી શ્રદ્ધાળુઓની સેવા કરવામાં આવી હતી આ ઉપરાંત અંબાજીના માર્ગો ઉપર પણ સેવાભાવી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો ની પણ સરવાણી વહેતી થઇ હતી પરંતુ દર વર્ષ કરતા આ વર્ષે પદ યાત્રિકોનો ની સંખ્યા ઓછી જોવા મળી હતી અંબાજી મા સતત વરસાદ વરસતો રહેતા લોકોનો ઉત્સાહ પણ ઓસર્યો હતો બીજી તરફ મંદીનો માહોલ ની અસર પણ મહાકુંભ મેળામાં જોવા મળી હતી રસ્તાઓ પરના સેવા કેમ્પો પણ એક-બે દિવસ ચાલુ રાખી બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે મહા કુંભ મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે એમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓએ માતાજી ના દરબારમાં આવી માથું ટેકવ્યું હતું વહીવટી તંત્રની સતત દેખરેખ હેઠળ ચાલી રહેલા મહાકુંભ મેળામાં કોઈ પણ જાત અગવડ શ્રદ્ધાળુઓને પડી ન હતી અને આજે આ મહા કુંભ મેળો સુખરૂપે સંપન્ન થશે તારીખ ૧૨ મી સપ્ટેમ્બરના સાંજના સાડા ચાર કલાક સુધી સરકારી આંકડા મુજબ અંબાજી ધામમાં સાડા ચૌદ લાખ યાત્રિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.