જ્યંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં પીડિતાના પૂર્વ પતિની ચોકાવનારા ખુલાસા કર્યા છે. ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી વિરુદ્ધ સુરતની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ દુષ્કર્મ જેની સામે આચરવામાં આવ્યું છે તે યુવતીના પૂર્વ પતિએ સનસનીખેજ ખુસાલા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે છોકરી બધાને ફસાવે છે અને રૂપિયા પડાવે છે. તેણે 70થી 80 લોકો પાસે પૈસા પડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ છબીલ પટેલ નામના વ્યક્તિએ ધમકીભર્યો કોલ કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.આ છોકરી પહેલીથી જ આવા ધંધા કરે છે. રૂપિયા પડાવવા માટે આ બધુ કરે છે.