02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસા નજીક જીવંત વીજ વાયર તૂટતા ઘાસચારો બળીને ખાક

ડીસા નજીક જીવંત વીજ વાયર તૂટતા ઘાસચારો બળીને ખાક   12/09/2019

ડીસા : ડીસાના જીઆઇડીસી ફાટક પાછળ આવેલ ખેતરમા જીવંત વીજ વાયર અચાનક તૂટી પડતા ઘાસચારાના પૂળા બળીને ખાખ થઈ જતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.ફાયર ફાયટરની ટીમે  પાણીનો મારો ચલાવી આગ પર માંડ કાબુ મેળવ્યો હતો. ડીસાની જીઆઇડીસી ફાટક પાછળ રબારી રાણાભાઈ ચેલાભાઈ ભાગથી ખેતી કરી પશુપાલન કરી ગુજરાન ચલાવી રહયા છે. મંગળવારે તેમના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનનો વાયર અચાનક તૂટી પડતા તેમાંથી તણખા ઝર્યા હતા. જેથી નીચે પડેલ પાંચ હજાર ઘાસના પૂળા બળીને રાખ થઈ ગયા હતા.જોકે  આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ફાયર ફાઈટરને જાણ કરી હતી.જેથી ડીસા ફાયર ફાયટરની ટિમ ઘટના સ્થળે પહોંચી આંઠ હજાર લીટરનો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.પરંતુ આગ વધુ હોવાના કારણે ફાયર ફાયટરની ટિમ ત્રણ વખત પાણી ભરવા અવર જવર કરવી પડી હતી.  આ આગમા પશુઓને બચાવવા પ્રાણી અત્યાચાર નિવારણની એમ્બ્યુ લન્સ તત્કાલ ઘટના સ્થળે પહોંચી પશુઓને બચાવી લીધા હતા.જોકે  ઘટનામાં જાનહાની ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો .પરંતુ આ આગમાં ખેડૂતને અંદાજિત બે લાખથી વધુનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

Tags :