02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણા જિલ્લામાં ૮ મી ડિસેમ્બરે સ્વસ્થ ભારત યાત્રા પ્રવેશ કરશે

મહેસાણા જિલ્લામાં ૮ મી ડિસેમ્બરે સ્વસ્થ ભારત યાત્રા પ્રવેશ કરશે   07/12/2018

 
 
                                 મહાત્મા ગાંધીજીની ૧પ૦ મી વર્ષગાંઠ નિમિત્તે સોલ્ટ સત્યાગ્રહ લોહ યાત્રા આગામી ૮ ડીસેમ્બર રોજ બપોરે રઃ૩૦ કલાકે રામપુરા ચોકડીથી મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરશે. જેઓની સાથે મહેસાણા જિલ્લાના સાયકલ યાત્રીઓ પણ જાડાવાના છે. આ દિવસે સાંજે ૪-૩૦ કલાકે મહેસાણા સરકીટ હાઉસ ખાતે સાયકલ યાત્રાનું સ્વાગત અને સન્માન કરી પ્રમાણપત્રો એનાયત થશે. ૯ ડિસેમ્બર રવિવારે સવારે ૮-૦૦ કલાકે દૂધ સાગર ડેરીથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવશે.
પ્રભાત ફેરી પૂર્ણ થયા બાદ દૂધસાગર ડેરી હોલ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડેરી હોલ ખાતે એક કાર્યક્રમ યોજાશે.
૧૦ ડિસેમ્બરે સવારે સરકીટ હાઉસ દૂધ સાગર ડેરી ખાતે સવારે ૮-૦૦ વાગે યાત્રાને ફલેગા આપી યાત્રાનું બનાસકાંઠા જિલ્લામાં પ્રૈણ થશે. ભારતમાં ફલેગ ઓફ સ્થળોએ ૧પ૦ થી વધુ વોલેન્ટર, ૭પ૦૦ થી વધુ સાયકલીસ્ટો દેશના શહેર અને ગામડાઓમાં ૧૮૦૦૦ કી.મી.નો પ્રવાસ સાયકલ રેલી દ્વારા કરી જાગૃતિનું કામ કરી રહ્યા છે.

Tags :