02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Sabarkantha / દેશી બનાવટની એક નાળી બંદુક સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસ

દેશી બનાવટની એક નાળી બંદુક સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસ   22/11/2019

રખેવાળન્યુઝ હિંમતનગર : સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીકે જીલ્લામાં ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયારો પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે  એમ.એમ સોલંકી પો.ઇન્સ. એસ.ઓ. જી.ની સાથે પો.સ.ઇ ડી.જે. લકુમ તથા અ.હે.કોન્સ. કાળુભાઇ તથા અ.હે.કોન્સ. ધર્મેન્દ્રસિંહ તથા પો.કોન્સ. ભાવેશકુમાર તથા અ.પો. કોન્સ.વિક્રમસિંહ તથા આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ તથા ડ્રા.પો.કોન્સ. સુરતાન સિંહ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો ઇડર વિભાગમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન હદમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા પઢારા ગામે જતાં ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકિક્ત મળેલ કે, પઢારા તા.ખેડબ્રહ્મા ખાતે લક્ષ્મણભાઇ ગુગાભાઇ ખોખરીયા નાઓનું પુર્વના મોઢાનું કાચું પતરાવાળું મકાન છે. અને સદર મકાનની આગળ લીમડાનું વુક્ષ આવેલ છે. જે મકાનમાં ગેર કાયદેસર બંદુક રાખેલી છે. તેવી બાતમી હકિક્ત અન્વયે બાતમી હકિક્તવાળી જગ્યાએ જઇ સદરી મકાન કોર્ડન કરી તપાસ કરતાં સદરી લક્ષ્મણભાઇ ગુગાભાઇ ખોખરીયા રહે બોરમ ફળીયું, પઢારા તા. ખેડબ્રહ્મા  જી.સાબરકાંઠાના મકાનમાંથી એક દેશી બનાવટની ગેર કાયદેસરની બંદુક (અગ્નિશસ્ત્ર) મળી આવતાં બંદુકની કિંમત રૂપિયા-૨,૦૦૦/- ની ગણી સદરી મુદ્દામાલ કબજે કરી સદરીની વિરૂધ્ધમાં ખેડબ્રહ્મા પો.સ્ટે. ખાતે આર્મ્સ એક્ટ મુજબ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.  આમ, સાબરકાંઠા એસ.ઓ.જી.ને ગેરકાયદેસર હથિયાર પકડવામાં વધુ એક સફળતા મેળલ છે.

Tags :