02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ડીસામાં વધુ એક બાળકી ડેન્ગ્યુના ભરડામાં,લોકોમાં દહેશત

ડીસામાં વધુ એક બાળકી ડેન્ગ્યુના ભરડામાં,લોકોમાં દહેશત   26/09/2019

ડીસા શહેરમાં વાઇરલ બીમારીઓની સાથે સાથે ડેન્ગ્યુ જેવી ભયાનક બીમારી એ પણ માથું ઉચકયું છે. ડીસામાં ચોમાસા દરમિયાન ફેલાયેલ ઠેર ઠેર ગંદકી અને પાલિકા તંત્રની સફાઈ પ્રત્યે બેદરકારીને લઈ ડીસા શહેરમાં ડેન્ગ્યુ જેવી બીમારીએ પણ ભરડો લીધો છે ત્યારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી ચેતનાબેન અમરતલાલ લોધા નામની બાળકીને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો અને આજે એકા એક તેની તબિયત વધુ લથડતા તેના પરિવારજનો વધુ સારવાર અર્થે ડીસા હાઇવે સ્થીત ખાનગી હોસ્પિટલમાં લઇ જઇ રિપોર્ટ કરાવતા તેને ડેન્ગ્યુ હોવાનો રિપોર્ટ આવતા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને સારવાર અર્થે તેને દાખલ કરવામાં આવી હતી. જેને લઈ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.

Tags :