ધાનેરા તાલુકાની શાળાઓમાં ૧૫૦ ઓરડાની ઘટથી બાળકોને અભ્યાસમાં ભારે મુશ્કેલી

ધાનેરા : ધાનેરા તાલુકામાં ૧૫૦ રૂમોની ઘટ છે જે બાબતની વારંવાર રજુઆત કરવામાં આવી છે છતાં નવા રૂમો ન મળતા બાળકો ડેમેજ રૂમોમાં માથે મોત લઈને અભ્યાસ કરી રહ્યા છે. આગળ જો વાત કરવામાં આવે હડતા ગામની તો અહીંયા પણ સ્કૂલમાં રૂમો ડેમેજ જોવા મળ્યા આ સ્કૂલમાં ૫ ધોરણમાં ૨૮૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.અહીંયા પણ મકાનના છાપરા તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે અને સતત ભયના ઓથર હેઠળ શિક્ષકો અને બાળકો વિધાના ધામને ધમધમતું રાખવાનો પ્રયાસ કરે છે. આ સ્કૂલના દરેક રૂમો ડેમેજ હોવાની જાણ ઉપરી અધિકારીઓને પણ કરી છે જે વાતને ૨ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે છતાં પણ કોઈ નવા રૂમની વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે બાળકોને માથે મોત લઈને વિદ્યાના ધામમાં આવવું પડ છે. આ સ્કૂલમાં ડેમેજ રૂમની જગ્યાએ નવા પાંચથી સાત રૂમોની જરૂર છે પણ દાવા કરવામાં માહિર આ સરકાર આ માંગ કયારે પુરી કરે છે એ પણ સવાલ બની રહયો છે. અન્ય વાત કરવામાં આવતો ધાનેરા શહેરની મધ્યમ આવેલી તાલુકા શાળામાં ૧૫ જેટલા રૂમો ડેમેજ છે અને એ જ ડેમેજ રૂમોમાં બાળકોને અભ્યાસ કરવામાં આવી રહયો છે ૨૦૧૫ અને ૨૦૧૭ માં આવેલ પુરના કારણે આ તમામ રૂમો ડેમેજ થયા હતા પણ હજુ સુધી વારંવાર રજુઆત કરવા છતાં પણ ઉકેલ ન આવતા બાળકોએ સતત ભય સાથે શિક્ષણ લેવાની મજબૂરી થવા પામી છે.જો ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો સમગ્ર તાલુકા માં ૧૫૦ કરતા વધુ રૂમોની ઘટ છે. જે વારંવાર જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆત કરવામાં આવી છે છતાં પણ આજ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.