કાંકરેજના રતનપુર પાસે કાર-બાઈક ટકરાતા બાઈક ચાલકનું મોત ઃ બાળકીનો પગ કપાયો

રખેવાળ ન્યુઝ થરા: કાંકરેજ તાલુકાના થરા-રાધનપુર હાઈ વે પર થરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રતનપુર-ઉણના પાટીયા પાસે ગઇ કાલે સાંજના સુમાર રાધનપુર તરફ થી  બાઈક નંબર ય્દ્ઘ -૨૪ છમ્ ૪૦૬૭ પર આવી રહેલ ખાખલ ગામના પિતા-પુત્રીને  પાછળથી પૂર ઝડપે આવી રહેલ આઈટેન કાર  નંબર ય્દ્ઘ -૩૬ન્ ૩૯૨૩એ બાઈકને ટક્કર મારતા  બાઈક ચાલક ખાખલ ગામના વતની અજમલજી જીવણજી નિરાશ્રીત ઠાકોર ઉ.વ. ૩૫નું ઘટના સ્થળે મોત થયું હતું અને બાઈક પર તેમની પુત્રી સોનીબેન અજમલભાઈ ઉ.વ.૮નો પગ કપાઈ જતા રાધનપુર ખાતે લવાઇ હતી જેમાં સોનીબેન ને ગંભીર ઇજા જણાતાં પાટણ ધારપુર હોસ્પીટલ ખાતે ખસેડાઈ હતી અને બાઈક ચાલક તેના પિતા અજમલજીના મૃતદેહને થરા રેફરલમાં પી એમ માટે લાવી  વધુ તપાસ થરા પોલીસ કરી રહી છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.