અમદાવાદ 'શાંત', 8 દિવસ સુધી શહેરને ટ્રાફિક અને દબાણ મુક્ત કર્યા બાદ બે દિવસનો વિરામ

ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ, અમદાવાદ શહેરમાં વર્ષો બાદ એએમસી અને શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગના મુદ્દે જબરદસ્ત અભિયાન ચલાવ્યું હતું. છેલ્લા 8 દિવસથી શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી દબાણો ખુલા કરીને પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા સરળ બનાવી દીધી હતી. સતત 8 દિવસની ટ્રાફિક ઝુંબેશ બાદ શનિ-રવિમાં આ ઝુંબેશને કામ ચલાઉ વિરામ આપવામાં આવ્યો છે. આમ શહેર આજે શાંત છે. હવે સોમવારથી ફરીવાર ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ બે દિવસ દરમિયાન મહાનગર પાલિકા અને શહેર પોલીસ સાથે મળીને શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે કયા પ્રકારની કામગીરી કરવી અને આ સમસ્યા ફરીવાર ન સર્જાઈ તે માટેની વ્યૂહ રચના ઘડશે.
 
 
ગત જુલાઈ માસમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં દિવસેને દિવસે વકરી રહેલી ટ્રાફિક સમસ્યાને પગલે શહેર પોલીસ કમિશ્નર અને એએમસીના કમિશ્નરનો ઉધડો લીધો લઈ, માત્ર વાતો નહીં પરંતુ કામ પણ કરવા ટકોર કરી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એ નરી વાસ્તવિકતા છે જે સમસ્યાના નિકાલ માટે કોર્પોરેશન કે પોલીસે કોઈ નક્કર કામગીરી નથી કરી એ પણ હકીકત છે. હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશન અને શહેર પોલીસ કમિશનરને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો હતો, અને બાદમાં બંને અધિકારીઓનો ઉધડો લીધો હતો. કેટલાક મુદ્દે ટકોર કરી હતી અને કેટલાક આદેશ પણ કર્યા હતા.
 
કોર્ટમાં શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંઘ ટ્રાફિક વિભાગના સ્પેશિયલ સી.પી. નીરજા ગોતરું ડીસીપી ટ્રાફિક સુધીર દેસાઈ હાજર રહ્યા હતા. તો કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, અને કોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને કોર્પોરેશનને લોકોની સમસ્યા હલ કરવાની દાનત જ ન હોય તેવું લાગી રહ્યું છે. કોર્ટે વધુમાં કહ્યું કે, રોજ લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે વાસ્તવિક સ્થિતિનું તેમને ભાન જ નથી.
 
અમદાવાદ જેવા શહેરમાં નાગરિકોની સુખાકારી માટે કોર્ટના હુકમ બાદ પણ જો કામગીરી થતી ન હોય તો તે ચલાવી લેવાય નહીં, રસ્તે રખડતા ઢોરના મામલે કોર્પોરેશન અને રાજ્ય સરકારે શું પગલા લીધા? રસ્તા પરના ખાડા દૂર કરવા તેમજ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શું પગલાં લીધા? કોર્ટે પૂછેલા તમામ સવાલનો જવાબ કોર્પોરેશન કે રાજ્ય સરકાર પાસે નથી કારણકે વાસ્તવિકતામાં કોઈ કામ જ થયા નથી. અમદાવાદ પોલીસ કમિશનર સામાન્ય વ્યક્તિની જેમ વર્તે છે પણ નાગરિકોની સુખાકારી એ કોઈપણ અધિકારીની પ્રાથમિકતા હોવી જોઈએ તેવા ટ્રાફિકને લઈને પ્રોપર સર્વે કરવાની જરૂર છે જે આજ સુધી થયો નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.