માલણમાં સ્કૂલનો કોટ તોડી ટ્રેક્ટર સ્કૂલમાં ઘૂસી જતા અફરા-તફરી

પાલનપુર તાલુકાના માલણ ગામમાં ગત વહેલી સવારે પુરઝડપે પસાર થઇ રહેલા ટ્રેકટર ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં ટ્રેકટર રોડની બાજુમાં આવેલી ખાનગી સ્કુલનો કોટ તોડી અંદર ઘુસી ગયું હતુ. ઘટનાને પગલે ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. જોકે, રવિવારની રજા હોવાના કારણે મોટી જાનહાની થતાં બચી       ગઇ હતી.
પાલનપુર તાલુકાના માલણ ગામ ખાતે ગત સવારે ખાનગી પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહેલ ટ્રેક્ટર નંબર જી.જે.૮.જે.૨૦૧૭ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ડ્રાયવીંગ કરી સામેથી અન્ય કોઈ વાહન આવતા ટ્રેક્ટરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ટ્રેક્ટર શાળાનો કોટ તોડીને શાળામાં ઘૂસી ગયુ હતુ. જે બનાવને પગલે આસપાસમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.