ડીસામાં ૪૪ નવા રસ્તા પ્રથમ વરસાદમાં ધોવાયા

ડીસા નગરપાલિકા દ્વારા બનેલ ૪૪ રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ તુટી જતા કે ભુવા પડતા એક અરજદારે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી ન્યાયીક તપાસની માંગ કરી છે. 
વેપારી અને તાલુકા મથક ડીસામાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓનું નવિનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આર.સી.સી. અને ડામરના પાકા રસ્તાઓ બનાવાયા છે. પરંતુ સત્તા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠથી ૪૪ જેટલા રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા છે. જે રોડ ઉપર ભુવા પડ્‌યા છે. અને કેટલાક રસ્તા તુટી પણ ગયા છે. જેથી સરકારી રૂપિયાના અક્ષમ્ય દુર્વ્યને ગંભીરતાથી લઈ એક અરજદારે આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરી ન્યાયીક તપાસની અરજ ગુજારી છે. જા કે આ બાબતે પાલિકાના ચીફ ઓફીસરે જણાવ્યું હતું કે ૪૪ જેટલા રસ્તા તુટ્યા હોવાની અરજી મળી છે. જેથી ભુવા પડેલા રસ્તાઓ ઉપર પુરણનું કામ શરૂ કરી દેવાયું છે. જ્યારે તુટેલા રોડ બાબતે તટસ્થ તપાસ કરી કસુરવાર કોન્ટ્રાક્ટરો પાસે રસ્તાઓનું ફરી સમારકામ કરાવીશું. કારણ આ રસ્તાઓની ૩ વર્ષની આગોતરી ગેરંટી કોન્ટ્રાક્ટરો પાસેથી મેળવેલી છે. જેથી નગરપાલિકા દ્વારા તટસ્થ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.