02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / સિધ્ધપુરના શખ્સનું ખંડણી મુદ્દે અપહરણ પેટ્રોલપંપ સંચાલક સહીત ચાર સામે ગુનો દાખલ

સિધ્ધપુરના શખ્સનું ખંડણી મુદ્દે અપહરણ પેટ્રોલપંપ સંચાલક સહીત ચાર સામે ગુનો દાખલ   28/01/2019

 
 
 
 
 
                  વેપારી મથક ઉંઝા ખાતે હાઈવે પર આવેલ એક પેટ્રોલપંપના સંચાલક સહિત ચાર શખ્શોએ સિધ્ધપુરથી એક વ્યÂક્તનું અપહરણ કરી પેટ્રોલપંપની કેબિનમાં ગોંધી રાખી એક લાખ રૂપિયાની માંગણી કર્યા બાબતે ઉંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે. વિગત એવી છે કે, ઉંઝા ખાતે હાઈવે પર ૯૯.૯૯ નામનો પેટ્રોલપંપ આવેલ છે. આ પેટ્રોલપંપના સંચાલક સહિત ચાર ઈસમોએ ભેગા મળી સિધ્ધપુર ખાતે નવા વણકરવાસમાં રહેતા મકવાણા બિપિન વીરાભાઈનું સફેદ કલરની ગાડીમાં બળજબરીપૂર્વક અપહરણ કરી ઉંઝા ખાતેના પેટ્રોલપંપ પર લાવ્યા હતા અને ખોટી રીતે એક લાખ રૂપિયા આપી દેવા જણાવ્યું હતું. દરમિયાન બિપિનભાઈએ નાણાં નહીં આપતાં તેમને અપશબ્દો બોલી છ દિવસ સુધી પેટ્રોલપંપની કેબિનમાં અંદર પુરી દીધા હતા અને તેમને ખોરાક તથા પાણી પણ આપ્યું ન હતું. ઉપરોક્ત બાબતે બિપિનભાઈ મકવાણાએ ઉંઝા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ૯૯.૯૯ પેટ્રોલ પંપના સંચાલક સત્યમ અમરતભાઈ પટેલ રહે.ઉંઝા, સાર્થક સુથાર તથા અન્ય બે માણસો વિરૂધ્ધ અપહરણ, ગેરકાયદેસર કેદ તેમજ એટ્રોસિટી એકટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
 
 

Tags :