કારચાલકે બોનેટ પર બે કિલોમીટર સુધી વ્યક્તિને ફેરવ્યો. પીડિતે કાર રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ડ્રાઇવરે કાર રોકી નહીં

રૉડરેજમાં કારચાલકની ગુંડાગર્દીનો વિડીયો સામે આવ્યો છે. દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદમાં રોડરેજની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આમાં પહેલા તો કારચાલકે વ્યક્તિને ટક્કર મારી હતી, ત્યારબાદ પીડિતને કારનાં બોનેટ પર લગભગ 2 કિલોમીટર ફેરવ્યો. આ દરમિયાન ઘણીવાર એવું પણ લાગ્યું કે કારનાં બોનેટ પર રહેલો વ્યક્તિ નીચે પડી જશે. આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. પીડિતની ફરિયાદ પર પોલીસે કેસ નોંધાવીને આરોપી કારચાલકની ધરપકડ કરી છે.
 
વાત એમ છે કે ટક્કર બાદ પીડિતે કાર રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ડ્રાઇવરે કાર રોકી નહીં. આ દરમિયાન પીડિત કારની બિલકુલ નજીક હતો, આ કારણે જ્યારે કારચાલકે કાર ઝડપમા નીકાળવાનો પ્રયત્ન કર્યો તો વ્યક્તિએ પોતાને બચાવા માટે કાર બોનેટનો સહારો લેવો પડ્યો અને આખરે તે કારનાં બોનેટ પર ચઢી ગયો. ત્યારબાદ કારચાલકે કારને ઉભી રાખવાને બદલે લગભગ 2 કિલોમીટર સુધી કાર દોડાવી હતી. આખરે લોકોની ભીડ જોઇને કારચાલકે કાર રોકી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.