વડોદરામાં સોફ્ટવેર બનાવતી કંપનીમાં ત્રીજા માળે લાગી ભયાનક આગ, ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢ્યા

ગુજરાત
ગુજરાત

આજકાલ રાજ્યમાં આગના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સોફ્ટવેર બનાવતી કંપનીના ત્રીજા માળે આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
 
આ ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ૧૦ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરાયો હતો. આ આગ એટલી ભયાનક હતી કે આસપાસના વિસ્તારોમાંથી જોતા દૂર દૂરથી જોતા કાળો દિબાંગ ધુમાડો દેખાઈ રહ્યો હતો. ભીષણ આગના પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, છેલ્લે મળતા અહેવાલ મુજબ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે.
 
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ન્યૂમરેટર નામની સોફ્ટવેર બનાવતી કંપનીમાં આજે મળસ્કે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટાથી આસપાસના વિસ્તારના લોકો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો ૧૦ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતો.
 
જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ૧૦થી વધુ ફાયરની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
 
ન્યૂમરેટર નામની સોફ્ટવેર બનાવતી કંપનીમાં ભીષણ આગની ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય ઘટના સ્થળે પહોંચ્યા હતા. ન્યૂમરેટર કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા. જેના પગલે રાહદારી અને ફાયરના જવાનો મુશ્કેલમાં મૂકાયા હતા. દરમિયાન સનોર સ્કેલ બગાડી જતાં ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે કામગીરી કરવી પડી હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.