02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / બનાસકાંઠા જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ૪પ૩૩૦૭ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ૪પ૩૩૦૭ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર   11/08/2018

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ૪પ૩૩૦૭ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર 
 
 
 
ડીસા 
ભૌગોલિક દૃષ્ટીએ અન્ય જિલ્લા કરતાં વિશેષ મહત્વ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાંથી સૌથી વધુ ખરીફ પાકનું વાવેતર થાય છે. પણ ચાલુ વર્ષે જિલ્લામાં વરસાદ ઓછો થતાં ખરીફ પાક પર મોટી અસર જાવા મળી રહી છે. જિલ્લાના પશ્ચિમના તાલુકાઓમાં આજે પણ અનેક ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર રહેલા છે જેથી ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાતા જગતના તાત પર સંકટ આવી ઉભુ છે. તેમ છતાં અન્ય તાલુકામાં સિંચાઈની સગવડો ઉપલબ્ધ છે જેથી ખેડૂતો દ્વારા સિંચાઈ કરીને પણ ખરીફ પાકની વાવણી કરી છે. 
જિલ્લા ખેતીવાડી વિભાગ માંથી મળતી વિગતો પ્રમાણે જિલ્લામાં અત્યાર સુધી ખરીફ પાકનુ ૪પ,૩૩૦૭ હેક્ટર જમીનમાં વાવેતર થયુ છે જેમાં મગફળી દીવેલા, કપાસ, શાકભાજી ઘાસચારો ઉપરાંત કઠોળના પાકનું વાવેતર થયુ છે. પાછોતરો વરસાદ ખેંચાવાના પગલે ઘાસચારો અને દીવેલાના વાવેતરમાં વધારો થયો છે. 
ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાતા ખરીફ પાક પર મોટી અસર થવા પામી છે.

Tags : aa