02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ગેસ સિલિન્ડરના ભાવમાં 2 રૂપિયાનો વધારો,સરકારે ડિલરોનું કમિશન વધાર્યું

ગેસ સિલિન્ડરના ભાવમાં 2 રૂપિયાનો વધારો,સરકારે ડિલરોનું કમિશન વધાર્યું   10/11/2018

મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને મોદી સરકાર દ્વારા ફરી એક વાર ખિસ્સા હળવા થાય તેવો ફટકો પડયો છે.દિવાળી પતિ નથી ત્યાં રાંધણ ગેસના બાટલામાં પ્રતિ સિલિન્ડર 2 રૂપિયાનો વધારો કરાયો છે.
 
ડિલર્સના કમીશનમાં વધારો કરવા ઘરેલું કુકિંગ ગેસ એટલે કે એલપીજીની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો થતાં 14.2 કિલોના સબ્સિડાઈઝ઼્ડ એલપીજી સિલિન્ડર માટે ગ્રાહકોએ 505.34 રૂપિયાને બદલે 507.42 રૂપિયા ચૂકવવા પડશે.
જયારે અત્યાર સુધી તેની કિંમત 505.34 રૂપિયા હતી. આ મહીનામાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ બીજો વધારો છે. અગાઉ 1 નવેમ્બરે પ્રતિ સિલિન્ડરની કિંમત 2.94 રૂપિયા વધારવામાં આવી હતી.
 
અગાઉ નાણાં મંત્રાલયે ડીલર્સનું કમિશન વધારવાના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2017માં 14.7 કિલોના અને 5 કિલોના સિલિન્ડર પર કમીશન અનુક્રમે 48.89 રૂપિયા અને 24.20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. આદેશના જણાવ્યા પ્રમાણે એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સના કમીશનમાં રિવિઝન પર ડિ-નોવો સ્ટડી પ્રમાણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, સહિતના વધારાને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રીબ્યુટરનું કમીશન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંતર્ગત 14.2 કિલોના સિલિન્ડર પર 50.38 રૂપિયા કમીશન અને 5 કિલોના સિલિન્ડર પર 25.29 રૂપિયા કમીશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Tags :