ઉત્તર ગુજરાતમાં ૯ કરોડનાં ખર્ચે પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ બનશે

 
 
 
 
                           ઉત્તર ગુજરાતીઓ છેલ્લા કેટલાક વર્ષોથી જેની રાહ જાઇ રહ્યાં હતા તેનો અંત આવ્યો છે, મહેસાણામાં મ્યૂનિસિપલ ગ્રાઉન્ડનો વિકાસ કરીને ત્યાં એક અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. ૯ કરોડના ખર્ચે તૈયાર થનારા આ ગ્રાઉન્ડમાં તમામ સુવિધા હોવાનું કહેવામાં આવી રÌšં છે.પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તર ગુજરાતનું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ મહેસાણામાં બનશે. આ અંગે જાહેરાતમાં જણાવવામાં આવ્યું કે સ્ટેડિયમ બનાવવા માટે ૯ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં પાંચ કરોડ રૂપિયા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લેવામાં આવશે, તથા બાકીના ચાર કરોડ રૂપિયા ૧૪માં નાણાં પંચમાંથી લેવામાં આવશે.
તો સ્ટેડિયમની વાત કરીએ તો આ સ્ટેડિયમ મહેસાણામાં Âસ્થત મ્યુનિસિપ ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવશે જેમાં ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, હેન્ડ બોલ અને ટેનિસ કોર્ટ રમત રમાઇ શકે તે માટે બનાવવામાં આવશે, આ સિવાય ક્રિકેટ સ્ટેડિયમમાં સ્ટડ લાઇટો હશે, તથા ૩ હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટેડિયમમાં રણજી કક્ષાની મેચ રમાઇ શકે તે પ્રકારે આંતરરાષ્ટÙીય પ્રકારનું સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ વસ્તુ ૨૪ હજાર સ્કેવેર ફૂટ એરિયામાં તૈયાર કરવામાં આવશે.
મહેસાણા માટે અન્ય એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શહેરમાં Âસ્થત બિલાડી બાગ વિસ્તારમાં ૭ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન Âસ્વમિંગ પૂલ બનાવવામાં આવશે, આ Âસ્વમિંગ પૂલનો લાભ શહેરના નાગરિકો સસ્તા દરે લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.