સુરતમાં કાપડ માર્કેટની આગ 12 કલાક બાદ પણ બેકાબુ : ફાયર બ્રિગેડનો જવાન ઈજાગ્રસ્ત, કરોડોનું નુકસાન

9FvmbjKDBkc
ગુજરાત

સુરત
સુરત શહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને આગે ઝપટમાં લઇ લીધી હતી. આગ 14 માળમાં લાગી ગઈ છે.એક જગ્યાએથી આગ કાબૂમાં આવે ત્યાં ફરી બીજે લાગે છે. પહેલા માળે કાબૂમાં આવેલી આગ ફરી પહેલા માળે લાગી ગઈ હોવાનું સામે આવ્યું છે.એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરી રહી છે.એલિવેશનનું પતરૂં પડતાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો.
આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવી રહેલા ફાયરબ્રિગેડના જવાન પર એલિવેશનનું પતરૂં માથાના ભાગે પડ્યું હતું. જેથી ઈજાગ્રસ્ત થયેલા ફાયરના જવાનને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો હતો.
NDRFની ટીમ ઘટના સ્થળે રાહત કામગીરી અર્થે પહોંચી ગઈ છે. 33 જવાનોની ટીમ હાલ માર્કેટ પરિસરમાં ગોઠવાઈ ગઈ છે. NDRFના જવાને જણાવ્યું હતું કે, અમે ફાયરબ્રિગેડની પાણી મારો કરીને આગ પર કાબૂ મેળવવા માટેના પ્લાનમાં થોડા સજેશન આપ્યાં હતાં. જે ચીફ ફાયર ઓફિસરે સ્વિકારીને તે મુજબ કામ કરવાનું શરૂ કર્યું છે. હાલ આગથી કોઈ અન્ય દુર્ઘટના સર્જાય તો રાહત અને બચાવ માટે ટીમને તૈનાત કરવામાં આવી છે.
 
ફોટો અને વિડીઓ : વસંત બારોટ સુરત

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.