ડીસાના આખોલ ચાર રસ્તા પાસે એક જ દિવસમાં બે અકસ્માત

 
ડીસાના આખોલ ચાર રસ્તા પાસે એક જ દિવસમાં બે અકસ્માતોની ઘટના સર્જાઈ હતી જેમાં વહેલી સવારે પાણીનું બેડું ભરીને જઈ રહેલા દસ વર્ષીય બાળકને અજાણ્યા  વાહનચાલક ટક્કર મારી નાસી છૂટયો હતો બીજી તરફ બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકચાલક ઘવાયો હતો.
ડીસા અખોલ ચાર રસ્તા નો માર્ગ જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે રવિવારે આખોલ ચાર રસ્તા પાસે બે અકસ્માતોની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં રવિવારની વહેલી સવારે આખોલ ચાર રસ્તેથી ભડથ રોડ ઉપર પાણીનું બેડું ભરીને જઈ રહેલ મહાદેવીયા ગામના ૧૦ વર્ષીય રમેશભાઈ ભરથરી ને ટક્કર મારી હતી. અકસ્માત સર્જી વાહનચાલક પલાયન થઈ ગયો હતો બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા અને ઘાયલ બાળકને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડાયો હતો જો કે વધુ ઇજા હોવાના કારણે બાળકને પ્રાથમિક સારવાર બાદ પાલનપુર ખસેડાયો હતો તો બીજી તરફ દેલવાડા ગામના ૨૨ વર્ષીય દિનેશજી પ્રધાનજી ઠાકોર ધાનેરા તરફથી બાઈક પર પરત ફરી રહ્યા હતા આ દરમિયાન આખોલ ચાર રસ્તા પાસે ટ્રકની અડફેટે તેઓ ને ઈજા પહોંચી હતી બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‌યા હતા આ મામલે ૧૦૮ને જાણ કરતા તેઓને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડાયા હતા જોકે તેઓને પણ વધુ ઇજા હોવાના કારણે વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.