યુકો બેંક, અલ્‍હાબાદ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઈન્‍ડિયાના વિલીનીકરણની પણ હવે શક્યતા

બરોડા બેંક, દેના બેંક અને વિજયા બેંકના મર્જરની જાહેરાત બાદ હવે કેન્‍દ્ર સરકારના રડાર ઉપર યુકો બેંક, અલ્‍હાબાદ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્‍ડિયા હોવાનું જાણવા મળે છે. આ ત્રણેય બેંકો ઉપર રીઝર્વ બેંકના કેટલાક નિયંત્રણો ચાલુ છે અને આ ત્રણેય બેંકો મોટી પ્રગતિ કરી શકે તેમ નથી એવું સરકાર માની રહી છે. એકસીસ બેંકના ઇડી રાજીવ આનંદના કહેવા મુજબ ત્રણ બેંકોના મર્જરની પ્રક્રિયાને ૧ વર્ષ લાગે તેમ છે તેવા વખતે સરકાર બીજી બેંકોના મર્જરની જાહેરાત કરશે તો નવાઇ નહિ લાગે. તેમનુ઼ કહેવું છે કે સરકાર જાહેર ક્ષેત્રની અકીલા બેંકોને તંદુરસ્‍ત બનાવવા માંગે છે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે હાલ ૧૧ જેટલી બેંકો ઉપર રીઝર્વ બેંકના રડાર પર મુકવામાં આવી છે આ બેંકોએ હાઇ રિસ્‍કી લોન આપેલી છે અને તેઓ નબળી બેંકની વ્‍યાખ્‍યામાં આવી શકે તેમ છે. અલ્‍હાબાદ બેંકે નાણાકીય વર્ષ ૨૦૧૮માં રૂા. ૪૬૭૪ કરોડની નેટ ખોટ કરી છે, યુકો બેંકની ખોટ રૂા. ૪૪૩૬ કરોડની છે. જયારે યુબીઆઇની ખોટ રૂા. ૧૪૫૪ કરોડની છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.