ડીસા સહિત જિલ્લામાં હળવા વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા સહિત જિલ્લામાં ઉત્તર ભારતની બરફ વર્ષાના પગલે મોડે મોડે ઠંડીનું જોર વધી રહ્યું છે પરંતુ અરબી સમુદ્રમાં  સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે જિલ્લામાં આવતીકાલ ગુરુવારે ફરી હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 
ચાલુ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સતત કમોસમી વરસાદના પગલે ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું છે  તેમછતાં હજુ શિયાળાની ફૂલ સીઝનમાં પણ વરસાદ  પડવાની   શક્યતા જણાઈ રહી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સર્જાયેલ લો પ્રેશરના કારણે આવતીકાલે એટલે કે ૧૨ મી ડિસેમ્બરે  જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એક તરફ સતત કમોસમી વરસાદથી ખેડૂતો ધોવાઈ ગયા છે તેમછતાં ઉછીના પાછીના કરી મોંઘા બિયારણ અને ખાતર લાવી  શીયાળુ વાવેતર કરી ચૂક્યા છે  ત્યાં ફરી એકવાર વરસાદની આગાહીના પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે  અને જગતનો તાત ચિંતામાં ગરકાવ થઈ ગયો છે ડીસા પંથમાં  મોટા ભાગે બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે છેલ્લા ચાર વર્ષથી   મંદીની માર સહન કરતા ખેડુતને ખેતી માટે શ્રેષ્ઠ ગણાતી શિયાળુ સીઝનમાં આ વર્ષે સારા ઉત્પાદન સાથે  ભાવની આશા છે પરંતુ વરસાદની આગાહીના પગલે સિઝન બગડવાની ભીતિ પણ સેવાઇ રહી  છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.