02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / અલ્પેશ ઠાકોર રાધનપુરને બદલે ખેરાલુ બેઠક પરથી વિધાનસભા ચુંટણી લડે તેવી શક્યતા

અલ્પેશ ઠાકોર રાધનપુરને બદલે ખેરાલુ બેઠક પરથી વિધાનસભા ચુંટણી લડે તેવી શક્યતા   07/07/2019

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ કરી ધારાસભ્ય પદેથી અલ્પેશ ઠાકોરે રાજીનામુ ઘરી દીધું છે. ભાજપ સાથે થયેલા રાજકીય સોદા મુજબ અલ્પેશ ઠાકોરને ભાજપ પેટાચૂંટણી લડાવી પુ:ન ધારાસભ્ય બનાવશે. જોકે, અલ્પેશ ઠાકોર જો પેટાચૂંટણી લડશે તો બેઠક બદલે તેવી શક્યતા જોવાઈ રહી છે. તે રાધનપુર નહિ, પણ ખેરાલુ બેઠક પરથી પેટ ચૂંટણી લડે તેવા એંધાણ છે.
 
લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી જીત્યાં છે પરિણામે આ બેઠક ખાલી પડી છે. ખેરાલુ બેઠક પર ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. મંત્રી દિલીપ ઠાકોર, રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોર ઉપરાંત અન્ય ઠાકોર આગેવાનો પણ આ બેઠકને જીતાડવાની ક્ષમતા ધરાવે છે. આ જોતા અલ્પેશ ઠાકોર આ બેઠક પસંદ કરી છે.

Tags :