02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / વડગામના તેનીવાડા હાઇવે ઉપર હોટલની આડમાં ટેન્કરોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ

વડગામના તેનીવાડા હાઇવે ઉપર હોટલની આડમાં ટેન્કરોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ   06/12/2018

વડગામ તાલુકાના છાપી નજીક આવેલા તેનીવાડા હાઇવે ઉપર આવેલ એક હોટલ ઉપર હાઇવે ઉપરથી પસાર થતાં ટેન્કરો ઉભા રાખી તેમાંથી ડીઝલની ચોરી કરી સસ્તા ભાવે વેચાણ કરવાના ષડ્યંત્રનો પોલીસે પદાર્ફાશ કરી એક આરોપીની અટકાયત કરી હતી.
  ‎છાપી પી.એસ.આઈ.પરિમલ દેસાઈ તેમજ પોલિસ સ્ટાફ બુધવારે રાત્રે પેટ્રોલીગ કરી રહયા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે તેનીવાડા હાઇવે ઉપર આવેલ  શિવ શક્તિ ચૌધરી હાઇવે હોટલ ઉપર છાપો મારતા હોટલ પાસેથી ટેન્કર ડ્રાઇવરોની મિલીભગતથી ટેન્કરોમાંથી ચોરેલ અને ચાર પ્લાસ્ટિકના કેરબામાં ભરેલ ડીઝલ લીટર ૨૦૦( કિંમત રૂ ૧૪૦૦૦ ) ઝડપી પાડી હોટલ સંચાલક માંગારામ હનુમાનારામ ચૌધરી રહે.આડેલ તાલુકો સીણધરી જી. બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગેરકાયદેસર ટેન્કરોમાંથી ડ્રાઇવરોની મિલીભગતથી ડીઝલ ચોરી કરી વેચાણ કરવા બાબતે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :