વિદેશી દારૂની હેરાફેરી વખતે પોલીસની ગાડીની લૂંટ કરનાર ઈસમોને ત્રણ વર્ષની કેદ

અમીરગઢ : ગત ૭ મી ફેબ્રુઆરીના રોજ અમીરગઢ હાઇવે ઉપર શંકાસ્પદ કારની ચેકીંગ દરમ્યાન દારૂ મળી આવતા પોલીસની આંખોમાં સ્પ્રે નાખી પોલીસની ખાનગી કારની લૂંટ કરનાર બે આરોપીઓ (૧) સુનિલ મહાવીરસિંહ બલોદા (જાટ) રહે.દાબડી તા.નવલગઢ જી. ઝૂઝનું (૨) સૌરભ રામનિવાસ રાવ (જાટ)રહે.ઝૂઝનું ( રાજસ્થાન) વાળાઓની અમીરગઢ પોલીસે ધરપકડ કરી તેમના સામે અમીરગઢ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા તેમનો કેસ અમીરગઢ કોર્ટના વિદ્વાન જયુ.ફ.ક. મેજિસ્ટ્રેટશ્રી જી.એસ.દરજીની કોર્ટમાં ચાલી જતા નામ.કોર્ટે ઉપરોક્ત બંને આરોપીઓને વિદેશી દારૂના ગુનામાં તકસીરવાર ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદ તથા એક લાખ રૂપિયા દંડ તેમજ દંડ ના ભરે તો નવ મહિનાની સજા કરતો સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો. અમીરગઢ કોર્ટ દ્રારા દારૂની ગે.કા.હેરાફેરી કરતા ઈસમો સામે ઉપરોક્ત ચુકાદાને કારણે આવી ગે.કા. પ્રવૃતિઓમાં સંડોવાયેલ તથા કાયદાની છટકબારીથી છૂટી જનાર આરોપીઓમાં કાયદાની સચ્ચાઈનો અનુભવ થયેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.