02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસાઃ મહા શિવરાત્રીને લઇ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા

ડીસાઃ મહા શિવરાત્રીને લઇ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા   21/02/2020

ડીસામાં શિવાલયોમાં મહા શિવરાત્રી નિમિત્તે ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યું હતું.ઐતહાસિક રીસાલા મહાદેવ ના મંદીરે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પવૉ ઉત્સાહો સાથે ધાર્મિક તહેવારોનું ધણું મહત્વ જોવા મળે છે તેમાંય દેવાધિદેવ એવા ભગવાન ભોળાનાથ શંકર મહાદેવની ભક્તિના પાવન પર્વ મહા શિવરાત્રીના દિવસે શંકરના મંદિરોમાં ધાર્મિક હષોઉલલાસ  સાથે આનંદભેર ઉજવણી કરનાર ધર્મપ્રેમીઓ શિવ ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
 
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજે સવાર થી શિવભક્તો દ્વારા શિવાલયોમાં ભક્તો ઊમટ્યાં હતાં. આ સાથે ઓમ નમઃ શિવાય હરહર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. ડીસાના ઐતહાસિક અંગ્રેજો ના જમાનાનું રીસાલા મહાદેવ મંદિરે  અનેક પ્રાચીન અર્વાચીન શિવાલયો આવેલા છે. દરેક શિવ મંદિરોમાં ૐ નમઃ શિવાય, બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા .
 
સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લાના વિવિધ શિવ મંદિરો ઉપર વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા ઉમટી પડીને દુધ,જળ અભિષેક, બિલીપત્રો સાથે ભોળાનાથ ભગવાનની પૂજા અર્ચના કરી અને ભાંગ- દુધનો પ્રસાદ લઈને આનંદ અનુભવ્યો હતો.  શિવરાત્રીના પર્વનો ઉત્સાહ સાથે શિવભક્તો નકોરડા ઉપવાસ એક ટાણા સાથે શિવ મગ્નન બનીને મહા શિવરાત્રીના પાવન પર્વએ શંકરના મંદિરોમા શિવ ભક્તોની સાથે ધર્મપ્રેમીઓ દર્શન કરવા ઉમટી પડીને અમૂક જગ્યાએ શિવ મંદિરોમા લોકમેળામા જઈને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.

Tags :