મોડાસાના ફરેડી ગામ નજીક કાર ખાડામાં ખાબકતા અકસ્માત : ૫ જણને ઈજા

 
   
 
 
                        શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ પર અંબાજી થી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કાર મોડાસાના ફરેડી ગામ નજીક પલટી ખાઈ જતા પતિ-પત્ની અને કારમાં સવાર ત્રણ બાળકો શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતની ઘટનાના પગલે આજુબાજુ માંથી દોડી આવેલા ગામલોકોએ ઇજાગ્રસ્તોને કાર બહાર કાઢી ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ માટે મોડાસાની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા 
     હાલોલના સંદીપ ભાઈ શાહ તેમના પરિવાર સાથે અંબાજી મંદિરે દર્શન કરી સ્વીફ્‌ટ ડિઝાયર કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે શુક્રવારે વહેલી સવારે ફરેડી-જેસવાડી ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ રોડ બાજુના ખાડામાં ખાબકી હતી જેમાં સંદીપભાઈ શાહ તમને પત્ની મમતાબેન અને પુત્રી શાશવી ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુમાંથી દોડી આવેલા ગામ લોકોએ કણસતી અને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા કારનો કડૂચાલો વળી ગયો હતો સદનસીબે જાનહાની ટળતા લોકોના મુખ માંથી “રામ રાખે તેને કોણ ચાખે” ના શબ્દો સરી પડ્‌યા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.