02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ સપાટી પર આવ્યુંઃ હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા

સુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ સપાટી પર આવ્યુંઃ હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા   08/08/2018

સુરતમાં બિટકોઇનમાં આંધુળિકાય કરીને કરોડો રૂપિયાનું રોકાણ કરનારાઓને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે. એક પછી એક ઘટના પોલીસ સુધી પહોંચી રહી છે. જેમાં એક ઘટનાનો ઉમેરો થયો છે. બિટ કનેક્ટ નામની કંપની શરૂ કરી હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ગજવે ઘાલી ટોળકી પલાયન થઈ જતાં આખરે સીઆઇડી ક્રાઇમમાં ચાર સામે ગુનો નોંધાયો છે. એક રોકાણકારની ફરિયાદને આધારે બિટકોઇનના માસ્ટર માઇન્ડ ગણાતા સતીશ કુંભાણી અને દિવ્યેશ દરજી સહિત 4 સામે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. રોકાણકારોને જાતજાતની લાલચ આપીને આ ધુતારાઓ કયારના સુરત છોડીને ફરાર થઇ ગયા છે.

રોકાણકાર અશ્વિન લિંબાચિયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં બિટ કનેકટ કંપની દ્વારા 1.14 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી જેની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે 2016માં સુરતના સરથાણા ખાતે બિટકનેકટ કંપની શરૂ કરવામાં આવી હતી.કંપનીનું યુ. કે ખાતે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને સુરતના ઉત્રાણ વિસ્તારમાં ઓફિસ બતાવી હતી તે પછી મોટા વરાછાનું સરનામુ બતાવવામાં આવ્યું હતું. કંપનીએ સોશિયલ મીડિયામાં ભરપુર પ્રચાર કર્યો હતો કે ટૂંકા ગાળામાં ઉંચુ વળતર મળશે અને જે ગ્રાહક લાવશે તેને તગડું કમિશન આપવામાં આવશે.

તે પછી એક દિવસ એક બિટ કનેકટ કોઇનના 362 ડોલરના ભાવથી તમામ રોકાણકારો એક સાથે રિલીઝ કરી દેતા કોઇનનો ભાવ 2 ડોલરની નીચે ચાલ્યો હતો. અત્યારે 0.50 ડોલરનો ભાવ ચાલે છે.16 જાન્યુઆરી 2018થી કંપનીની લેન્ડીંગ સાઇટ અચાનક બંધ થઇ હતી અને કંપનીના મુખ્ય સૂત્રધારો સતીષ કુંભાણી, દિવ્યેશ દરજી,સુરેશ ગોરસિયા અને ધવલ માવાણી ફરાર થઇ ગયા છે. અશ્વિનભાઇએ આ ચારેય આરોપી સામે રૂપિયા 1,14, 37, 300ની છેતરપિંડની ફરિયાદ કરી છે.

સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદને આધારે કંપનીના કર્મચારીઓના નિવેદન લેતા જાણવા મળ્યું છે કે હજારો રોકાણકારોના કરોડો રૂપિયા આ કંપનીમાં ડૂબી ગયા છે. મોટું આર્થિક કૌભાંડ બહાર આવવાની શક્યતા હોવાનું સીઆઇડીએ જણાવ્યું છે.

આ ટોળકીનો ભોગ બનાનારી વ્યક્તિએ સીઆઇડી ક્રાઇમની ઓફિસનો નાનપુરા, બહુમાળી બિલ્ડિંગ, એ બ્લોક-બીજા માળે રૂબરૂ સંપર્ક કરવા અથવા તપાસનીશ અધિકારી પોઈ પી.જી. નરવાડેનો ફોન નં. 9825220300 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

રોકાણકારોને લલચાવવા અનેક દેશોમાં પ્રમોશન-ઇવેન્ટના નામે ભપકો કર્યો હતો

કંપનીએ જાન્યુઆરી 2017માં બિટ કનેકટનો આઇસીઓ લાવીને નવા કોઇન લોંચ કર્યા હતા. કંપનીએ બિટકોઇન, બિટકનેકટ અને લાઇવ કોઇન દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. કંપનીએ રોકાણકારોને લલચાવવા વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા, જાપાન, ફિલીપાઇન્સ, દુબઇ અને અમેરિકા જેવા દેશોમાં પ્રમોશન અને ઇવેન્ટના નામે ભપકાદાર કાર્યક્રમો કર્યા હતા. ઉપરાંત એક મહિનામાં 30 ટકા જેટલું વળતર અને જુદી જુદી સ્કીમ અને લલચામણા કમિશનની વાત કરી હતી.

શૈલેશ ભટ્ટથી બિટકોઇનની ફરિયાદનો સીલસીલો ચાલુ થયો

બિટકોઇનના મામલે પહેલી ફરિયાદ સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટે નોંધાવી હતી. જેમાં અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ, એલસીબી પીઆઈ અનંત પટેલની સંડોવણી પણ ખુલી હતી. જે બન્ને હાલ જેલમાં છે. આ ગુનાની તપાસ સીઆઈડી ક્રાઇમની ટીમ કરી રહી હતી તે દરમિયાન શૈલેશ ભટ્ટે તેના સાગરિતો સાથે મળી સુરતના બે યુવાનોનું અપહરણ કરી રૂ. 155 કરોડની કિંમતના બિટકોઇન બળજબરીથી પડાવી લીધાની ફરિયાદ શૈલેશ ભટ્ટ અને તેની ટોળકી સામે નોંધાઈ હતી. ત્યાર પછી સુરતના સરથાણા પોલીસ મથકમાં બિટકોઇનની છેતરપિંડીનો અન્ય એક ગુનો નોંધાયો હતો. હવે બિટ કેનેક્ટ કંપનીના નામે છેતરપિંડી કરનારા સામે ગુનો નોંધાયો છે. આમ, સુરતને લાગે વળગે છે ત્યાં સુધી બિટકોઇનને લગતા કુલ 4 ગુના નોંધાઈ ચૂક્યા છે.

Tags :