લગ્નના 16 વર્ષ પછી એક શંકાએ ગયા બંનેના જીવ, 20 મિનિટના ઝઘડામાં પતિ-પત્નીના મોત- બાળકો થયાં અનાથ

 બુધવારે રાતે ફેરી કરતા ભીમસેને પત્ની આશા પર શંકા કરતાં બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો અને તેમાં તેમણે પત્નીની ગરદન પર કુહાડીથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. ત્યારપછી ભીમસેને પણ સલ્ફરની 6 ગોળી ગળીને આત્મહત્યા કરી લીધી હતી. રૂમમાં બંનેની વચ્ચે અંદાજે 20 મિનિટ ઝઘડો ચાલ્યો હતો અને તેમાં અંતે બંનેએ જીવ ગુમાવ્યા હતા. માની ચીસો સાંભળીને 15 વર્ષની દીકરી કાજલ છત પર ચડીને પડોશીઓને બોલાવીને ઘરે લઈ આવી હતી. પરંતુ પડોશીઓએ આવીને દરવાજો તોડ્યો ત્યાં સુધી બંનેના મોત થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસે બાળકો, પરિવારજનો અને પડોશીઓના નિવેદન નોંધ્યા છે.

મૂળ હરિયાણાના નરવાનામાં રહેતો ભીમસેન પત્ની આશા સાથે 16 વર્ષ પહેલાં અહીં વેપાર કરવા આવ્યો હતો.
 ભીમસેન ફરી-ફરીને જૂના ચંપલ વેચવાનું કામ કરતો હતો જ્યારે તેની પત્ની આશા નોકરી કરતી હતી. થોડા સમય પહેલાં જ તેમણે લખવાલી બસ્તીમાં ભાડે રહેવાનું શરૂ કર્યું હતું.
 પડોશીઓના જણાવ્યા પ્રમાણે પતિ-પત્નીમાં ઘણી વખત ઝઘડો થતો હતો. બુધવારે ભીમસેનની ભાણીના ગર્ગ પેલેસમાં લગ્ન હતાં. ત્યાં થોડીવાર રોકાયા પછી ભીમસેન ઘરે આવી ગયો હતો.
પતિને પેલેસમાં ન જોઈને આશા પણ ત્રણેય બાળકો સાથે રાતે 9 વાગે ઘરે આવી ગઈ હતી. બાળકોને ઊંઘાડ્યા પછી બંને અંદરના રૂમમાં જતા રહ્યા અને થોડી વારમાં જ બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. તે દરમિયાન આશાએ રૂમનો દરવાજો ખોલીને બહાર જવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભીમસેને તુરંત તેના પર કુહાડીથી હુમલો કરી દીધો હતો. કાજલે માતાની ચીસ સાંભળીને દરવાજો ખખડાવ્યો પરંતુ તે અંદરથી બંધ હતો. પછી તે પડોશીઓને ઘરે બોલાવીને લઈ આવી હતી. પરંતુ ત્યાં સુધી તેના મમ્મી-પપ્પાનું મોત થઈ ગયું હતું.

ભીમસેન અને આશાના ત્રણ બાળકો છે. બે દીકરીઓ અને એક દીકરો. મોટી દીકરી કાજલ 15 વર્ષની, બીજી 13 વર્ષની અને દીકરો 10 વર્ષનો. ઘટના પછી મા-બાપને યાદ કરીને બાળકોની રડી રડીને ખરાબ હાલત થઈ હતી. 20 મિનિટના માતા-પિતાના ઝઘડામાં ત્રણેય બાળકો અનાથ થઈ ગયા. કાજલે જણાવ્યું, માતા-પિતા વચ્ચે ઘણી વખત ઝઘડા થતાં હતા પરંતુ 5 મિનિટના ઝઘડા પછી પિતા આવું કોઈ પગલું લેશે તેવો અંદાજ જ નહોતો.

બંને લાશનું સમાના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારપછી બંને લાશ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. મોડી સાંજે બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બંનેને 10 વર્ષના દીકરાએ મુખાગ્નિ આપી હતી.  પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે, ભીમસેન તેની પત્ની પર શંકા કરતો હતો પરંતુ હજી આ વાતનો કોઈ ચોક્કસ ખુલાસો નથી થયો. અમે તપાસ કરી રહ્યા છીએ. મોટી છોકરી કાજલનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.