હિમાચલમાં બસ ખીણમાં પડતાં ૨૫નાં મોત

કુલ્લુ : હિમાચલ પ્રદેશમાં કુલ્લુ જિલ્લામાં યાત્રીઓથી ભરેલી ભરચક બસ ઉંડી ખીણમાં ખાબકી જતાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત થઇ ગયા છે અને ૩૫થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે જેથી મોતનો આંકડો હજુ પણ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આજે કુલ્લુ જિલ્લામાં ઉંડી ખીણમાં આ બસ ખાબકી ગઈ હતી. ૨૫ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બનાવ અંગે માહિતી મળ્યા બાદ વહીવટીતંત્રમાં પણ ખળભળાટ મચી ગયો હતો. તરત જ ઘટના સ્થળે સંબંધિત વિભાગોના કાફલા પહોંચી ગયા હતા. કુલ્લુના એસપી શાલિની અÂગ્નહોત્રીએ માહિતી આપતા કહ્યું છે કે, ૨૫ મૃતદેહ મળી આવ્યા છે. બીજા ૨૫ લોકો ઘાયલ થયેલા છે. યાત્રીઓને ખીણમાંથી બહાર કાઢવાના પ્રયાસ મોડા સુધી ચાલ્યા હતા. મળેલી માહિતી મુજબ આ બસ બંજરથી ગડાગુશૈણી તરફ જઇ રહી હતી ત્યારે આ બસ ઉંડી ખીણમાં ખાબકી ગઈ હતી. બસ ખીણમાં ખાબકી ગયા બાદ બસના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ઘટનાસ્થળે વહીવટીતંત્રના અધિકારીઓ સાથે પોલીસ ટુકડી પણ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંજર સબ ડિવિઝનમાં સાંજે ચાર વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. સ્થાનિક લોકો પણ બચાવ અને રાહત કામગીરી માટે બહાર આવ્યા હતા અને મદદ લેવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોને બસમાંથી મુશ્કેલથી બહાર કાઢવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ અને લોકલ વાહનોની મદદથી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. કુલ્લુના પોલીસ અધિકારીના કહેવા મુજબ બચાવી લેવામાં આવેલામાં ૧૨ મહિલાઓ, ૧૦ બાળકો અને ૧૦ પુરુષો રહેલા છે. જ્યારે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.