પહેલી સપ્ટે.થી ટ્રેનમાં IRCTCની ઈ-ટિકીટ પર વિનામૂલ્યે ટ્રાવેલ ઈન્સ્યોરન્સની સુવિધા બંધ થશેઃ થર્ડ પાર્ટી વિમા કવર ફરજીયાત

નવી દિલ્હી: ડોલરના મુકાબલે ઝડપથી ઘસાઈ રહેલો રૂપિયો અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી સામાન્ય માણસ પરેશાન છે તો આવી રહેલો સપ્ટેમ્બર મહિનો આમ આદમી માટે કેટલાક નવા પરિવર્તન લાવી રહ્યો છે જે સીધી રીતે તેના પર અસર કરશે. નવા મહિનો આમ આદમી માટે ખાસ રહેવાનો છે કારણ કે ૧લી સપ્ટેમ્બરથી ટ્રેનમાં આરઆઈસીટીસી તરફથી ઈ-ટિકીટ પર અપાતો વિનામૂલ્યે ટ્રાવેલીંગ ઈન્સ્યોરન્સ બંધ થઈ રહ્યો છે. જો તમારે વીમાની સુવિધા લેવી હોય તો તમારે વધુ ચુકવણુ કરવુ પડશે. સાથોસાથ પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેંક શરૂ થઈ રહી છે. જેમા તમને ઘર પર જ મફતમાં બધી બેન્કની સુવિધાઓ મળશે. જો તમે આઈટીઆર નહી ભર્યો હોય તમારે ૧લી સપ્ટેમ્બરથી પેનલ્ટી ચુકવવી પડશે એટલુ જ નહી હવે લેવો પડશે થર્ડ પાર્ટી વિમો. આ ઉપરાંત વાહનો માટે ૩ થી ૫ વર્ષનો વિમો લેવાનુ ફરજીયાત બનશે. આઈઆરસીટીસી તરફથી અત્યાર સુધી દરેક મુસાફરને વિનામૂલ્યે ટ્રાવેલ ઈન્સ્યોરન્સની સુવિધા મળતી હતી પરંતુ હવે ૧ લી સપ્ટેમ્બરથી ઈ-ટીકીટ પર અપાતી આ સુવિધા બંધ થઈ રહી છે. જો કોઈ મુસાફરે આ વિમો લેવો હોય તો વધારાના પૈસા દેવા પડશે એટલે કે તમારે વિમાની સાથે હવે ટીકીટ માટે વધુ પૈસા ચુકવવા પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઈરડાએ તમામ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓને કહ્યુ હતુ કે તેઓ પોલીસી હોલ્ડર્સને લાંબાગાળાનો થર્ડ પાર્ટી વિમો આપે. જે હેઠળ ૧લી સપ્ટેમ્બરથી નવા ફોરવ્હીલર્સનુ રજીસ્ટ્રેશન કરાવતી વખતે ૩ વર્ષ માટે થર્ડ પાર્ટી વિમો અનિવાર્ય થઈ રહ્યો છે તો ટુવ્હીલર્સ માટે પાંચ વર્ષ સુધીનો થર્ડ પાર્ટી વિમો ફરજીયાત બનશે. આ બાબતે ઈરડાએ પરિપત્ર જારી કરી બીનજીવન વિમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે. અત્યાર સુધી માત્ર ટુવ્હીલર્સ માટે ૧ વર્ષ કે તેથી વધુ સમયગાળાવાળો વિમા કવર બજારમાં ઉપલબ્ધ હતુ. જો તમે આઈટીઆર નહી ભર્યો હોય તો તમારે ૧લી સપ્ટેમ્બર પછી પેનલ્ટી દેવી પડશે. ૩૧ ઓગષ્ટ રીટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ છે. પેનલ્ટી આયકર કલમ ૨૩૪-એફ હેઠળ લગાવાશે. જો આવક પાંચ લાખ કે તેથી ઓછી હોય અને રીટર્ન ન ભર્યુ હોય તો ૧૦૦૦ રૂ.ની પેનલ્ટી થશે. પાંચ લાખથી વધુ આવક હોય તો ૫૦૦૦ અને જો તમે રીટર્ન ૧લી જાન્યુઆરીથી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ભરો તો ૧૦૦૦૦ રૂ. પેનલ્ટી ભરવી પડશે. ૧લી સપ્ટેમ્બરથી ઈન્ડીયા પોસ્ટની પેમેન્ટ બેંક શરૂ થઈ રહી છે જે સામાન્ય બેન્કોથી અલગ હશે. આ દેશની પહેલી બેન્ક બનશે જે લોકોના ઘર સુધી બેન્કીંગ સેવા આપશે. પોસ્ટલ વિભાગ દેશભરના પોસ્ટમેન થકી આ સર્વિસ આપશે. વડાપ્રધાન મોદી દિલ્હીના તાલ કટોરા સ્ટેડીયમમા ૧ લી સપ્ટેમ્બરે એક કાર્યક્રમમાં આ બેન્કની શરૂઆત કરશે. બેન્ક સેવીંગ ખાતામાં ૪ ટકા વ્યાજ આપે છે તો ડાક વિભાગની પેમેન્ટ બેંક સેવીંગ ખાતામાં ૫.૫ ટકા વ્યાજ આપશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.